Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
( જ્ઞાનધારા
ઊજળા દિવસનું નિર્માણ કરે.
સર્વ જૈન સામયિકો અને દૈનિકપત્રના વિદ્વાન કટારલેખકોને પણ અમારી વિનંતી છે કે યોગ્ય લાગે તો આ વિચારને પોતાની કલમ દ્વારા વહેતો મૂકે.
આ માટે સર્વપ્રથમ કોઈ એક અગ્રણીએ કેન્દ્રબિન્દુ બનવું પડશે. આ લેખથી અમે સુશ્રાવક, સંઘપતિ, સર્વેના સન્માનનીય અને જે પરિવારે અકબરના સમયથી જૈન શાસનની સેવા કરી છે એવા પરિવારના મોભી શ્રી શ્રેણિકભાઈને અને શ્રી સંવેગભાઈને અમે વિનંતી કરીએ છીએ કે અન્ય જૈન સંપ્રદાયના સંઘપતિઓને એકત્રિત કરે, એક પ્રતિનિધિમંડળની રચના કરે, સર્વ સંપ્રદાયના ગચ્છાધિપતિઓનો આ પ્રતિનિધિમંડળ સંપર્ક કરે અને વિક્રમ સંવત-૨૦૬૯, વીર સંવત ૨૫૩૯ની એક સંવત્સરી ભવ્યાતિભવ્ય રીતે સમગ્ર જૈન શાસન ઊજવે અને આરાધના કરે એવા ભવ્ય દિવસનું નિર્માણ કરે.
આ મુશ્કેલ કાર્ય અશક્ય તો નથી જ.
જે વીરલા આત્મા આ વીરલ કાર્ય કરશે એ સર્વ મહાનુભાવોનાં નામ અને કામ ભવિષ્યના જૈન શાસનના ઇતિહાસમાં ઊજળા અક્ષરે અંકિત થશે એ નિર્વિવાદ છે. જૈન શાસનની આ અમૂલ્ય સેવા ગણાશે. ભવિષ્યનો જૈન ઉમંગથી આ ભવ્ય જીવોને કોટિકોટિ વંદન કરશે.
ભાવાવેશમાં શાસ્ત્ર આશાતના થઈ હોય કે કોઈ આત્માનું મનદુ:ખ થાય એવું લખાઈ ગયું હોય તો એ જીવો મને ક્ષમા કરે. મિચ્છા મિ દુક્કડમ.
Jain Education International
૧૦૮
For Personal & Private Use Only
www.jainelibrary.org