Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
XOXOXOXOXOXOXOXO ધર્મ એક સંવત્સરી એક િ“પ્રબુદ્ધ જીવન’ના તંત્રી
અને શ્રી જૈન યુવક સંઘના
ડૉ. ધનવંત શાહ | મંત્રી શ્રી ધનવંતભાઈએ ગચ્છના ભેદ સહુ નયણ નિહાળતાં. | કેટલાંક સુંદર નાટકો લખ્યાં છે
અને તેમના પ્રબુદ્ધ જીવનમાં તત્ત્વની વાત કરતાં ન લાજે, ' લખાયેલા તંત્રીલેખોનાં બે ઉદર ભરણાદિ નિજ-કાજ કરતા થકા, | પુસ્તકો પ્રગટ થયાં છે. તેઓ
મોહ નડિયા કલિકાલ રાજે. | જૈન સાહિત્ય સમારોહના
- આનંદઘનજી1 સફળ સંયોજક છે.
ઈસ્લામમાં બે પંથ છે, શિયા અને સુની, પણ એમાં ઈદ એક જ છે. ખ્રિસ્તી ધર્મમાં પણબે પંથ, પરંતુ અહીં પણ ક્રિસ્મસ એક, એ જ રીતે વૈષ્ણ સંપ્રદાયમાં એકથી વધુ શાખા-પ્રશાખા છે, પણ જન્માષ્ટમી એક, ગુરુનાનક અને બુદ્ધજયંતી એક, એવી રીતે ભારતના અન્ય ધર્મોમાં, ગણેશચતુર્થી, શિવરાત્રિ, રામનવમી, દશેરા અને દિવાળી એક, પણ ભારતની એક અબજની વસ્તીમાં માત્ર એક ટકો, લગભગ દોઢ કરોડની જૈનોની વસ્તીમાં શ્વેતાંબર, દેરાવાસી, સ્થાનકવાસી, તેરાપંથી અને દિગંબર, એમ ચાર સંપ્રદાયમાં સંવત્સરી પાંચ ?!
અહિંસા, ક્ષમાપના અને સાપેક્ષવાદ-અનેકાંતવાદના પૂજારી જૈનો આ સંવત્સરી પ્રશ્ન એક થઈ શકતા નથી એ માત્ર આશ્ચર્ય જ નહિ પણ જૈન ધર્મને અને જૈનધર્મનિ ક્ષોભનીય પરિસ્થિતિમાં મૂકે છે. અન્ય ધર્મી જ્યારે આ પ્રશ્નનો ઉત્તર ભાગે છે ત્યારે જાગૃત શ્રાવક-શ્રાવિકા કે શ્રમણ-શ્રમણીની આંખ ઢળી જાય છે.
આ સંદર્ભે દિવ્ય ભાસ્કર’માં ભાઈશ્રી સુપાર્થ મહેતાએ કેટલાંક તથ્યો પ્રસ્તુત કર્યા હતાં એમાંનાં કેટલાંક યથાતથ અહીં વિચારશીલ જૈન સમાજ માટે પ્રસ્તુત
- ભારતભરના જૈન બૌદ્ધિકોમાં હમણાં એક એસએમએસ ફરી રહ્યો છે: “મેરા સવાલ જૈન ધર્મ કે સભી ધર્મ ગુરુઓ સે: સ્થાનકવાસી ૨૧ ઓગસ્ટ, દિગમ્બર ૨૯ સપ્ટેમ્બર, તેરાપંથી ૨૧ ઓગસ્ટ, મંદિરપંથી (તપાગચ્છ) ૧૯ સપ્ટેમ્બર, મંદિરપંથી (ખરતરગચ્છ) ૨૦ સપ્ટેમ્બર, કોઈ મુઝે બતાઓ કી મેરી સંવત્સરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org