Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCC જ્ઞાનધારા OિOO જઈને વસ્યો છે, જ્યાં સત્સંગ મળવો દુષ્કર છે. કેટલાક ભારતના એવા અંતરિયાળ ભાગમાં જઈને વસ્યા છે જ્યાં સંત-સતીજીઓને પહોંચવાનું દુષ્કર છે. જેને કારણે ધર્મ સન્મુખ થયેલા જીવો પણ ધર્મવિમુખ થઈ જાય છે. એમને ધર્માભિમુખ કરવા માટે એમને સતત સત્સંગ મળે એવો પ્રબંધ કરવો જરૂરી છે.
સાધુજીવનની મર્યાદાને કારણે પૂર્વોક્ત પરિસ્થિતિમાં પહોંચી વળાતું નથી જેને કારણે યુવા પઢી તેમ જ વડીલ વર્ગ કે શ્રાવકો અન્ય ધર્મ અપનાવી લે છે. આવું ન થાય તે માટે સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા વચ્ચે કડીરૂપ થાય એવા વર્ગની સ્થાપના કરીને તેરાપંથી સંપ્રદાયે સમણશ્રેણીની વ્યવસ્થા કરી છે. આવી વ્યવસ્થા અન્ય સંપ્રદાયો પણ કરે તો આપણી આવનારી પેઢીને ધર્મવિમુખ થવાનો અવસર નહીં આવે. આ વચલો વર્ગ સતત યુવાનોને સત્સંગ કરાવતો રહેશે. આ વર્ગનો સમાવેશ શ્રાવક-શ્રાવિકાઓમાં જ કરવાનો જેથી તીર્થકર પ્રરૂપિત તીર્થની સંખ્યા ચારની જ રહે, છની મ બને. શ્રાવકોમાં નિયમોના ૧૩, ૮૪, ૧૨, ૨૭, ૨૦૨ એટલા વિકલ્પો થઈ શકે છે. એમાંથી સંપૂર્ણ અથવા એકબે-ત્રણ વગેરે નિયમો ગ્રહણ કરે તેને દેશવિરતિ કે શ્રાવકની કોટિમાં મૂકી શકાય.
શ્રાવકો ત્રણ પ્રકારના હોય છે. જઘન્ય શ્રાવક-સમ્યક્ દર્શન સહિત એકાદ નિયમનું પાલન કરનાર.
મધ્યમ શ્રાવક-સમ્યક્ દર્શન સહિત બાર વ્રતનું શક્તિ અનુસાર પાલન કરનાર.
ઉત્કૃષ્ટ શ્રાવક - ૧૧ શ્રાવકની પ્રતિમાનું યથાતથ્ય કરનાર. આમ આવશ્યકતા અનુસાર પોતાની શક્તિ પ્રમાણે વ્રત પાલન કરનાર શ્રાવક-શ્રાવિકારૂપ તીર્થમાં વચલા વર્ગનો સમાવેશ કરવાથી તીર્થની સંખ્યા ચાર જ રહેશે. સામાન્ય શ્રાવક અને એમની વચ્ચે ભેદરેખા કરવા કેટલાક નિયમો બનાવવા જોઈએ એની રૂપરેખા અહીં અન્યત્ર કરવામાં આવી છે માટે હું એનું વિવરણ નથી કરતી.
આ ઉપરાંત ઘણી વાર સંત-સતીજીઓનાં અંદરોઅંદરનાં ખેંચતાણ, મનદુઃખ વગેરેથી બાળકો કે યુવાનો એમનાં દર્શન કરવા જવાનું બંધ કરી દે છે. માટે સંતસતીજીઓએ પણ જાગૃતતા રાખવી જેથી યુવાન સત્સંગ કરવા પ્રેરાય. શહેરોમાં , ઉપાશ્રયમાં રોષકાળમાં સંત-સતીજીઓ ન હોય ત્યારે જાણકાર શ્રાવકોએ પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org