Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
SOCTC જ્ઞાનધા૨ કબ હૈ ક્યોં કિ મેં સીફે એક જૈન હું”
આ સંવત્સરી વિવાદ ભાદરવા સુદ ચોથ કે પાંચ-વરસોથી છે, પણ ક્ષમાપના જેનો પ્રાણ છે અને સાપેક્ષ-અનેકાંતવાદ જેવું અદ્વિતીય અને અમૂલ્ય તત્ત્વ જે ધર્મ પાસે છે એ ધર્મના અનુયાયીઓ આ પ્રશ્ન એકમત થઈ શકતા નથી એ કેટલું મોટું આઘાતજનક આશ્ચર્ય છે!
આ ચોથ-પાંચમનો વિવાદ તો છે જ, એમાં વળી આ વરસે અધિક માસ આવ્યો, તો એ પણ વિવાદ કે ક્યા ભાદરવામાં ક્યા સંપ્રદાયે સંવત્સરી આરાધના કરવી ?
આ ફાંટાઓમાં મૂળ પરંપરા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનો પાસે છે. એક સમયે ભારતના તમામ જૈનો ભાદરવા સુદ પાંચમે જ સાથે મળીને સંવત્સરીની આરાધના કરતા હતા. સંવત્સરીના દિવસે કલ્પસૂત્ર નામનો આગમ ગ્રંથ સકળ સંઘ સમક્ષ વાંચવામાં આવતો હતો. આજથી આશરે એક હજાર વર્ષ પહેલાં કાલિકસૂરિ નામના જૈનાચાર્યના સમયમાં ધ્રુવસેન રાજાને ત્યાં પુત્રશોક થયો અને શોકમુક્ત થવા કલ્પસૂત્ર એક દિવસ પહેલાં એટલે ભાદરવા સુદ ચોથે કલ્પસૂત્ર વાંચવાની આચાર્યશ્રીને રાજાએ વિનંતી કરી અને પરિસ્થિતિવશ કલ્પસૂત્રનું વાંચન ત્યારથી ભાદરવા સુદ ચોથે શરૂ થયું. આ ચોથની પરંપરા ત્યારથી શરૂ થઈ.
આજથી આશરે ૪૦૦ વર્ષ પહેલાં શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાંથી સ્થાનકવાસીઓ અલગ થયા, આ સ્થાનકવાસીમાંથી વળી તેરાપંથી અલગ થયા અને આ બેઉ સંપ્રદાયે ભાદરવા સુદ પાંચમની સંવત્સરી આરાધનાની પ્રથા સ્વીકારી, આ રીતે ત્યારથી બે સંવત્સરીની પ્રથા ચાલુ થઈ.
શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં પણ, તપાગચ્છ, અચલગચ્છ, ખરતરગચ્છ વગેરે ગચ્છો કે-એક સમયે ચોર્યાસી ગચ્છો હતા-એમાં તપાગચ્છ સંઘ સૌથી મોટો અને એ ભાદરવા સુદ ચોથે સંવત્સરી આરાધના કરે છે અને અન્ય ગચ્છો ભાદરવા સુદ પાંચમે. અહીં પણ મતભેદ છે.
આ વરસે સ્થાનકવાસીઓ અને તેરાપંથીઓએ પહેલા ભાદરવાની પાંચમે સંવત્સરી આરાધના કરી. તપાગચ્છ સંઘે બીજા ભાદરવા સુદ ચોથે સંવત્સરીની આરાધના કરી..
Jain Education International
For Personal & Private Use Only
.
www.jainelibrary.org