Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
છCC જ્ઞાનધારા 0200
• માતાએ બાળકને જૈન ધર્મ મેળવવાની પ્રેરાણી કરવી જોઈએ. કેટલાંક માવતર નજીવી આવકને કારણે બે છેડા માંડ ભેગાં કરી શકે છે એવાં માવતરનાં સંતાનો માટે જૈનશાળામાં અભ્યાસ કરનાર બાળકને વ્યાવહારિક શિક્ષણની ફી મળે એવી વ્યવસ્થા કરવી. અમુક કલાક ધર્મનું ભણશે તો અમુક કલાક ગણિતવિજ્ઞાન-ભૂગોળ વગેરે વિષયો ફી ભણાવવામાં આવશે જેથી એમને આર્થિક બોજામાં રાહત મળતાં બાળકને ધર્માભિમુખ કરશે. સાંતાક્રુઝમાં અમુક લોકોએ એવી વ્યવસ્થા કરી છે કે અમુકઅમુક પાઠ સુધી જે કંઠસ્થ કરીને આપે તેની ફી ભરી આપે છે. આ એક સ્તુત્ય પગલું છે. - આ ઉપરાંત વડીલો ઉપાશ્રય જઈને આવે પછી ઘરે ધર્મચર્ચા કરે. ભલે ને પાંચ જ મિનિટ માટે કરે. ધર્મનો સાર સમજાવે, વાણી-વર્તન-વિચાર એકરૂપ રાખે જેથી યુવાનો આકર્ષાય અને મા-બાપનું કહ્યું માને.
• ઘણી વાર મા-બાપ બાળકોને ઉપાશ્રયમાં લઈ જાય પછી મહારાજ સાહેબને કહે, મારા બાબાને પચ્ચકખાણ આપો. આમ કહીને પોતે જ ધર્મવિમુખ કરતા શીખવે છે.
મા-બાપ રેગ્યુલર ધર્મસ્થાનકોમાં જાય અને બાળકોને મોકલવાનો આગ્રહ રાખે તો બાળક અચૂક જશે જ. જેમ કે દેરાવાસીમાં ભગવાનની મૂર્તિનાં દર્શન ક્યાં વગર મોંમાં પાણી પણ ન મૂકવું એવો નિયમ હોય છે. માટે યુવાનો દેરાસર જતા શીખે છે તેમ જ વાગડ સાત ચોવીશી સમાજમાં નિયમ છે કે સ્થાનકમાં તો જવું જ જોઈએ. આખા દિવસ દરમિયાન સ્થાનકમાં ન જાય તો દિવસ વાંઝિયો ગણાય, અર્થાત્ વ્યર્થ ગયો ગણાય માટે ઘરના નાના-મોટા દરેક સભ્યો દર્શન કરવા તો જાય જ છે.
આમ માતા-પિતા ધ્યાન રાખે તો યુવાનો ધર્માભિમુખ જ રહે છે.
(૩) આધુનિક વાતાવરણ - આજે સંસારમાં ત્યાગનું સ્થાન ભોગે લીધું છે. અંતર્મુખી દષ્ટિકોણ બહિર્મુખી બન્યું છે. સાદગી, સરળતા પર વિલાસિતાએ આધિપત્ય જમાવ્યું છે, સદાચારની છબી દૂરાચારથી ખરડાઈ છે, શીલનું સ્થાન દુરશીલે લીધું છે, નીતિ-ઈમાનદારી પર બેઈમાનીએ વિજય મેળવ્યો છે, સાત્વિક વૃત્તિઓને તામસિક વૃત્તિઓથી પછડાટ મળી છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અનુસાર
- ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org