Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
> C જ્ઞાનધારા O
વગેરે હોય છે અને એનું મન દશ મિનિટથી વધારે સ્થિર રહેતું નથી, માટે એને રમતારમતા શીખવવું જોઈએ.
• પ્લે ગ્રુપની જેમ શૈક્ષણિક રમકડાં-પઝલ વગેરે રાખવાં. ફર્નિચર પણ બાળકને આકર્ષે એવું રંગીન હોય અનેપરિસર એકદમ સ્વચ્છ હોય તે ઇચ્છનીય છે.
• પાંચથી સાત વર્ષના ગ્રુપવાળાને પોતાની વાત કહેવામાં રસ હોય છે. એને કોઈ સાંભળે-સમજે એવું ઇચ્છતા હોય છે માટે એમની વાતો ધીરજથી સાંભળવી જોઈએ. આ ગ્રુપની સ્થિરતા ૨૦-૨૫ મિનિટની હોય છે, માટે એ પ્રમાણે કથા-વાર્તા વગેરે વિષય બદલતા રહેવું.
આઠથી બાર વર્ષના ગ્રુપવાળા સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખવાથી એ શિક્ષકને સમર્પિત રહેશે. એને વિવિધ દૃષ્ટાંતોથી જ્ઞાન આપવું. શિસ્ત શીખવવી. આ ઉપરાંત દરેકની સાથે સર્તક રહી, નજર મેળવીને, વ્યક્તિગત ધ્યાન આપીને પ્રેમપૂર્વક વ્યવહાર કરવો. એમના જન્મદિવસ યાદ રાખી ભેટ આપવી, વેરી ગુડ, સ્ટાર વગેરે આપવા. ગેરહાજર હોય તો એનું કારણ પૂછી વ્યક્તિગત ધ્યાન આપવું. પરીક્ષાઓ લેવી. સુંદર મજાનું સર્ટિફિકેટ અને મોમેન્ટો આપવા જેથી તે સગાં-સ્નેહી-મિત્રોને બતાવીને સંતોષ પ્રાપ્ત કરશે. અંગ્રેજી ભાષામાં ભણાવવું - એ આજની મુખ્ય માગ છે. મોબાઈલ પાઠશાળા પણ ચલાવવી. આંતરકૉલેજની જેમ આંતરજૈનશાળાની સ્પર્ધા-એવૉર્ડ વગેરે યોજવા. નાટકસંવાદ વગેરે યોજવા.
♦ જૈન કથાનુયોગનાં કાર્ટૂન બનાવીને પ્રચાર-પ્રસાર કરવો.
• દર્શનયાત્રા ઍજ્યુકેશન ટ્રીપ યોજવી. તેનો હેતુ સમજાવવો. દા.ત. અનાથ આશ્રમમાં લઈ ગયા હોઈએ તો ત્યાંના વાતાવરણની એમને સમજ આપવી. પછી ક્યા કર્મને કારણે અનાથ બનાય છે એની સમજણ આપવી કે જે મા-બાપને ધિક્કારે-તિરસ્કારે એમને અનાથપણું મળે છે. માટે તમે મા-બાપને હેરાન ન કરતા. એમનો ઉપકાર માનજો, એમનું કહ્યું માનજો વગેરે વિનય-વિવેકના પાઠ ભણાવી શકાય..
જૈનશાળાનાં શિક્ષક-શિક્ષિકાઓને વેતન પણ વ્યાવહારિક શિક્ષકો જેટલું
Jain Education International
૯૭
For Personal & Private Use Only
www.jainelibrary.org