Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૭૯ જ્ઞાનધાર ૭૦ છે. મૂળભૂત સિદ્ધાંતોને સુરક્ષિત રાખી જે પરિવર્તન થાય એ જ પરિવર્તન શ્રેષ્ઠ પરિણામ લાવી શકે છે.
યુવાવસ્થા એટલે જીવનને ઘડવાનો અવસર, મંજિલ તરફ આગળ વધવાનો મોકો. જોબન એટલે તારે જે બનવું હોય તે બન. યુવાવસ્થામાં કઈ તરફ જવું એ નક્કી કરવાનું છે. ગતિ-પ્રગતિના આ યુગમાં ગેઝેટો અને ટેકનોલોજીમાં જીવન વ્યતીત કરનારની ધર્મ તરફ ગતિ-પ્રગતિ થાય એ માટે સમ્યફ દિશા બતાવવાનું પુણ્ય કરવા જેવું છે.
યુવાનોને ધર્માભિમુખ કરવા માટે મુખ્ય પરિબળો છે શિક્ષણ, માતા-પિતા, આધુનિક વાતાવરણ અને સત્સંગ. આ ચાર પરિબળોમાં બીજાં પરિબળોનો સમાવેશ થઈ જાય છે. અહીં એ ચારે પરિબળોને આધારે ધર્માભિમુખ કેમ કરી શકાય તેની વિચારણાનું આલેખન કરું છું.
(૧) વર્તમાન શિક્ષણપ્રણાલી - જેમ જીવવા માટે હવા-પાણી જરૂરી છે એમ અનાદિકાળથી વ્યક્તિત્વના સર્વાગીણ વિકાસ માટે શિક્ષણ જરૂરી છે. શિક્ષણથી શારીરિક, બૌદ્ધિક, માનસિક અને ભાવાત્મક વિકાસ થવો જોઈએ, તો જ એ સંતુલિત શિક્ષણ સાર્થક બની શકે.
વર્તમાને બૌદ્ધિક વિકાસ તો ખૂબ થઈ રહ્યો છે. થોડેઘણે અંશે શારીરિક વિકાસ પણ થતો હશે, પણ બાકીના બે માનસિક અને ભાવાત્મક વિકાસ તો નહિવત્ જ છે. પરિણામે વ્યક્તિ બુદ્ધિજીવી, ડૉક્ટર, વકીલ, એન્જિનિયર તો બને છે, પણ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાનું માનસિક સંતુલન જાળવી શકતો નથી, જેથી આત્મહત્યા, ભ્રષ્ટાચાર આદિ કરવા પ્રેરાય છે. ભાવાવેશમાં આવીને ખોટાં પગલાં ભરી લે છે. નિરાશા, આસક્તિ, ઈની જ્વાળામાં બળે છે જેને કારણે ડિપ્રેશન, સ્ટ્રેસ વગેરે રોગોથી પીડાય છે. સામાજિક જીવનમાં છૂટાછેડા, વૃદ્ધાશ્રમોની વૃદ્ધિ થાય છે. મૂળ તો આર્થિક ઉપાર્જનને ધ્યાનમાં રાખીને જ શિક્ષણ અપાય છે તેથી આ બધી સમસ્યાઓ સર્જાય છે.
પૂર્વે ગુરુકુળોની પ્રથા હતી જેમાં ગુરુઓ ચારેપ્રકારનું શિક્ષણ આપતા હતા. આજે એ પ્રથા તો નાબૂદ થઈ ગઈ છે ત્યારે શિક્ષણપ્રણાલીમાં આમૂલ પરિવર્તન લાવવાની જરૂર છે. લાડનું રાજસ્થાનમાં જૈન વિશ્વ ભારતી યુનિવર્સિટી દ્વારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org