Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCC જ્ઞાનધારા OOOOO સ્વતંત્રતા ઇચ્છો છો તો બધા માટે એ જ ઇચ્છો અને એ પ્રમાણેનું વર્તન કરો. કુદરતી કાનૂન છે કે તમે આપો છો તે જ તમને મળે છે. તમને મૃત્યુ નથી ગમતું તો બીજાને મૃત્યુ કેમ આપો છો ? અહિંસાનું પાલન એ શ્રેષ્ઠ ધર્મ છે. શ્રેષ્ઠ અહિંસા પાલન માટે સામાયિકનું સ્વરૂપ સમજીને સામાયિક કરવી તે ધર્મ છે. એ જ રીતે તમને અસત્ય, ચોરી આદિ ૧૮ પાપ નથી ગમતાં તો એ તમે ન કરો. એ ધર્મ છે. ગૃહસ્થધર્મમાં કદાચ સંપૂર્ણ એનાથી બચી ન શકાય તો એ પાપોથી પાછા ફરવા પ્રતિક્રમણ આદિ કરવું તે ધર્મ છે. ક્ષમા આપવી એ ધર્મનું પ્રવેશદ્વાર છે. આ પ્રકારે ધર્મ કરવાથી પરમશાંતિ મળે છે, આનંદ મળે છે.
જ
હું ધર્મ કરીશ તો દુ:ખ નહિ આવે એવી ભ્રાંતિમાં પણ ન રહેવું. ધર્મી અને અધર્મી બંનેના જીવનમાં કર્માનુસાર દુ:ખ આવે છે. ધર્મીને દુ:ખ મુક્ત કરવા માટે આવે છે. અધર્મીને એ વધારે દુ:ખી કરે છે. ધર્મથી અનાસક્તિયોગ જાગશે અને દુ:ખ દૂર થઈ જશે. ધર્મથી રાગદ્વેષ ઘટે છે અને અધર્મથી રાગદ્વેષ વધે છે જેથી દુ:ખ વધે છે.
આમ ધર્મની વ્યાખ્યા વિશાળ ફ્લૅક પર યુવાનોને તાર્કિક અને વૈજ્ઞાનિક રીતે સમજાવવામાં આવશે તો જરૂર વિશ્વધર્મ બનવાની લાયકાત ધરાવતા જૈન ધર્મ તરફ આકર્ષાશે, પણ ધર્મનું સ્વરૂપ સમજવા માટે ધર્મસ્થાનોમાં જવાની જરૂર છે. આજનો યુવાન દિશાહીન થઈને અહીંતહીં ભટકીને પોતાની મહામૂલી યુવાવસ્થા વેડફી ન નાખે એ માટે આપણે જાગવાની જરૂર છે. આજનો યુવાન ભોટ નથી. એને જરૂર છે યોગ્ય માર્ગદર્શનની, યોગ્ય વાતાવરણની. એમને ધર્મસ્થાનક તરફ આવતા કરવા કેટલાં પરિવર્તનોની જરૂર છે.
આમેય પરિવર્તન એ આ વિશ્વનો નિયમ છે. પરિવર્તન એ કોઈ પણ પદાર્થની અનિવાર્ય અવસ્થા છે. જીવનનિર્માણ માટે પરિવર્તન આવશ્યક છે. બાલ્યાવસ્થાથી યુવાવસ્થા, યુવાવસ્થાથી વૃદ્ધાવસ્થા એ પરિવર્તનની જ દેન છે, પરંતુ એ પરિવર્તનમાં માનવતાનો નાશ ન થાય એ મહત્ત્વનું છે. અર્થાત્ પદાર્થની મૌલિકતા નષ્ટ ન થવી જોઈએ, નહીં તો એ પરિવર્તન ન કહેવાતા સર્વનાશ જ કહેવાશે. એ જ રીતે આજના યુવાનોને ધર્માભિમુખ કરવા માટે કેટલુંક પરિવર્તન પાયાન મૂળભૂત સિદ્ધાંતોને યથાવત્ રાખીને જ કરવા યોગ્ય
Jain Education International
૯૪
For Personal & Private Use Only
www.jainelibrary.org