Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCC જ્ઞાનધારા 0790 જૈન ધર્મનાં દરેક પાસાઓનું જ્ઞાન આપવામાં આવે છે. આવી યુનિવર્સિટીઓ વધારે પ્રમાણમાં સ્થપાય તે જરૂરી છે. હવે તો જૈનોને લઘુમતીનો દરજ્જો મળી ગયો છે તો પોતાની યુનિવર્સિટીઓ બેદખલ સ્થાપી શકશે. આ યુનિવર્સિટીઓમાં ચારે આયામ-શારીરિક, બૌદ્ધિક, માનસિક, ભાવાત્મક-નો વિકાસ થાય એવા શિક્ષણની વ્યવસ્થા થવી જોઈએ. દરેક સ્થળે આ શક્યતા ન હોય તો બાળપણથી જ બાળકને જૈનશાળામાં મોકલીને માનસિક અને ભાવાત્મક શિક્ષણની ઉણપ પૂરવી જોઈએ. આજનું બાળક આવતી કાલનો યુવાન છે. બાળપણથી પડેલા સંસ્કારોનાં મૂળિયાં ઊંડાં બને છે. બાળમાનસ અનુસાર પાંચ વર્ષની ઉમર સુધી એ જે શીખે છે તે અતિમહત્ત્વનું હોય છે. પાંચ વર્ષ પછીનું શિક્ષણ કદાચ જ્ઞાન વધારી શકતું હશે, પણ નૈતિકતા વધારી શકતું નથી.
• ના વિદ્યા યા વિમુખ્ય : સાચી વિદ્ય-શિક્ષણ-જ્ઞાન એને જ કહેવાય જે સારા-નરસાનું ભાન કરાવીને કલ્યાણની કેડીએ ચડાવીને શાયતસુખનો અનુભવ કરાવે. દરેક પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરતા શીખવે જેથી ડિપ્રેશન-તાણઆત્મહત્યા વગરેથી બચી જવાય છે.
• આ જૈન શાળાઓનું સ્વરૂપ બાળમાનસ-મનોવૃત્તિ અનુસાર આધુનિક હોવું જોઈએ. રમત-ગમત, કથા-વાર્તા, ગીત-સંગીત, ચિત્ર-પ્રોજેક્ટ વગેરે દ્વારા જ્ઞાન આપવું જોઈએ.
• આજનું બાળક જિજ્ઞાસુ, ઉત્સુક, ઉત્સાહી છે. એને તાર્કિક-બુદ્ધિયુક્ત દાખલા-દલીલથી જ્ઞાન અપાય તો એ ધર્મના હાર્દને સ્વીકારે છે, પાલન પણ કરે છે.
એક સર્વેક્ષણ મુજબ સાંભળેલું ૧૦%, જોયેલું ૬૦% અને આચરેલું ૮૦% યાદ રહે છે. માટે શિક્ષણશાસ્ત્રીઓ - મનોવૈજ્ઞાનિકો ચાર્ટ-પ્રોજેક્ટફલેશકાર્ડ વાપરવાની ભલામણ કરે છે.
• જૈન શાળાનાં શિક્ષક-શિક્ષિકા પણ બાળમાનસના નિષ્ણાત હોય તો બાળક સાથે બાળક બનીને શીખવી શકે. વૈજ્ઞાનિક ઢબથી બાળકોના ગ્રુપ બનાવીને શીખવવું જોઈએ, જેમ કે -
• ત્રણથી પાંચ વર્ષના ગુપની પસંદગી નૃત્ય-ગીત-સંગીત, રમતગમત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org