Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
યુવાનોને ધર્માભિમુખ કરતાં ડિૉ. પાર્વતીબહેને અનેકવિધ પાસાનું વિશ્લેષણ શ્રાવક કવિ ઋષભદાસના
. જીવ વિચાર રાસ” પર છે ડૉ. પાર્વતીબહેન નેણસી ખીરાણી | Ph.D કર્યું છે. લિપિવાચન
જહોન હંટર નામના મહાન સર્યન પોતે હસ્તપ્રતોના સંશોધન ક્રોનિક એન્જાઈનના દોષથી પીડાતા હતા. એમણે
અને જેને શિક્ષણના
કાર્યમાં રસ લે છે. કહ્યું કે, મારું જીવન એ બદમાશોના હાથમાં છે જે મને ગુસ્સો કરાવે છે. જ્યારે હું મરું ત્યારે મારું હૃદય તપાસજો. મારા હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ લાકડા જેવી સખત બની ગઈ હશે..
એક દિવસે એ એક ઈન્ટરવ્યુમાં હાજર હતા ત્યારે એમના મતને અવગણી લાગવગને લીધે લાયક નહીં એવી બીજી કોઈ વ્યક્તિને પસંદ કરવામાં આવી. પરિણામે એ ગુસ્સામાં ફાઈલ પછાડીને ઈન્ટરવ્યુ રૂમની બહાર નીકળ્યા અને બારણાની બહાર જ હંમેશને માટે ઢળી પડ્યા.
એમના મરણ પછી એમની ઇચ્છા મુજબ હૃદય તપાસવામાં આવ્યું તો સાચે જ એમના હૃદયની ધમનીઓ મુલાયમમાંથી સખત બની ગઈ હતી. એનું તારણ આજે પણ “રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન્સ’ - લંડન મ્યુઝિયમમાં છે. એમનું હૃદય ઉપરોક્ત વાત સાથે ત્યાં સાચવીને રાખવામાં આવ્યું છે.
જો જ્હોનને ગુસ્સાનું મારણ ક્ષમાપના છે એમ ખબર હોત તો? એ ઉત્તમ એવા ક્ષમાપનાના ધર્મની સન્મુખ હોત તો મરણ થાત? જવાબ છે ના. તેઓ બચી જાત અને પોતાના જ્ઞાનનો કેટલાયને લાભ આપ્યો હોત.
થોડા સમય પહેલાં અમેરિકાના સાનફ્રાન્સિકોમાં બે ડોકટરોએ સંશોધન કરીને શોધ્યું કે ૨૧મી સદીમાં જો કોઈ મોટો પડકાર હોય તો એ ક્રોધજન્ય બીમારીઓનો. ૮૦ ટકાથી વધારે બીમારીઓ છોધમાંથી જન્મે છે. Anger is killer number one. ક્રોધમાંથી જ બ્લડપ્રેસર, જડતા, સ્ટ્રેસ, ફિટ, શિરોવેદના વગેરે રોગો જન્મે છે. ક્રોધને અગ્નિ સાથે સરખાવવામાં આવે છે. અગ્નિ તો એની પાસે જનારને બાળે છે જ્યારે ક્રોધ તો આખા કુટુંબને ભસ્મીભૂત કરી નાખે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org