Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCC જ્ઞાનધારા
OO
છે તેમ વિચારતો થાય છે ત્યારે તેમનામાં આધ્યાત્મિક ભાવના વધતી જાય છે. માનસિક શાંતિ માટે મનમાં પૉઝિટિવ લાગણીઓ હોવી જરૂરી છે. સમાજની દરેક વ્યક્તિ પ્રત્યે નિ:સ્વાર્થ ભાવના, સ્નેહ, અનુકંપા, દયા, કરુણા, સરળતા, સહજતા, નમ્રતા, ઋજુતા, મૈત્રી વગેરે લાગણીઓ મનને સ્થિર કરે છે તેમ જ મનને શાંતિ પ્રશાંતિ, ઉપશાંતિ આપે છે.
ઇર્ષા, અદેખાઈ, ક્રોધ, માન, માયા, લોભ, કપટ, ભય, વેર વગેરે નેગેટિવ લાગણીઓ છે જે મનને અશાંત, અસ્થિર કરે છે અને મનને દુ:ખ પહોંચાડે છે. મનની નેગેટિવ લાગણીઓને ઓળખો અને ક્રમેક્રમે મંદ કરો અને પૉઝિટિવ લાગણીઓને ઓળખી વિકાસ તરફ આગળ વધારો જેથી પૉઝિટિવ લાગણી શાંત મનનું સર્જન કરે છે અને (બુદ્ધિ) પ્રજ્ઞા સ્થિર થાય છે.
જ્યારે વ્યક્તિનો આત્મા ઉચ્ચ કોટિનો હોય ત્યારે તેનામાં દયા, શાંતિ, કરુણા, અનુકંપા, સમતા, ક્ષમા, સત્ય, પ્રેમ, મૈત્રી, ત્યાગ, વૈરાગ્ય વગેરે સદ્ગુણોથી વિશ્વશાંતિ જેવી ભાવનાઓ આપોઆપ જાગૃત થાય છે. આ આત્મા શરીરની ઇન્દ્રિયો પર વિજય મેળવીને શરીર અને આત્માને અલગ કરી કેવળ આત્મા સ્વરૂપે જીવન જીવે છે ત્યારે તે પોતાના અને અન્યના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ રેલાવે છે અને વિશ્વનો રાહ બતાવે છે.
અનંત ઉપકારી સંતોની સેવા-વેયાવચ્ચ કરવી એ જૈન સમાજની દરેક વ્યક્તિની ઉમદા ફરજ છે, કર્તવ્ય છે.
Jain Education International
૯૧
For Personal & Private Use Only
www.jainelibrary.org