Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
CC જ્ઞાનધારા
OO
આવશ્યક છે. નિયમિત જીવન પૌષ્ટિક, સાદો ખોરાક અને આધ્યાત્મિક જીવન, સ્વાધ્યાય વાંચન-ચિંતન-મનન, પરિશીલન પણ તંદુરસ્તીમાં અગત્યનો ભાગ ભજવે છે.
સંતો માટે આહાર-વિચારની ચુસ્તતા નક્કી કરવામાં આવી હતી ત્યારે એક અલગ યુગ હતો, જ્યારે આજના વર્તમાન આધુનિક-મૉડર્ન યુગમાં પરિસ્થિતિમાં ઘણા જ ફેરફાર જોવા મળે છે.
વર્તમાન યુગમાં આહાર-પરિવર્તન, ભેળસેળયુક્ત ખોરાક, પ્રદુષિત વાતાવરણ (Pollution), વાતાવરણમાં બદલાવ, આર્થિક-સામાજિક-રાજકીય પરિસ્થિતિમાં ધરખમ ફેરફાર વગેરે પર નિરીક્ષણ કરીએ તો સમાજની દરેક વ્યક્તિને તેમ જ મુનિવર્યે - મહાસતીજીઓને અનેક શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આહાર અને શારીરિક સ્વાસ્થ્ય :
આપણાં આહાર અને સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે. આહાર સાદો-સાત્ત્વિકપૌષ્ટિક, શરીરને માત્ર પોષતો નથી, પરંતુ અમૃતની ગરજ સારે છે. શરીરને વિવિધ રીતે ફાયદા કરે છે. આહારમાં ફળ, શાકભાજી, ધાન્ય, દૂધ, દહીં, માખણ અને ઘીનો સમાવેશ થાય છે. આટલા ખાદ્યપદાર્થોમાંથી શરીર માટે જરૂરી બધાં જ તત્ત્વો અને ઘટકો મળી રહે છે. દા.ત. ફળો અને શાકભાજીમાંથી અમૂલ્ય પ્રજીવકો-વિટામિન્સ અને ખનીજ ક્ષારો-મિનરલ્સ મળી રહે છે. ધાન્યોમાંથી શરીરને મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટસ મળે છે. માખણ અને ઘીમાંથી શરીરને ચરબી મળે છે. આ ઘટક સાંધાઓને સ્નિગ્ધતા આપે છે. દૂધ, દહીં, છાશમાંથી શરીરને મુખ્યત્વે પ્રોટીન મળે છે. આ ઘટક શરીરના બંધારણ અને કોષોના નવસર્જન માટે જરૂરી છે. આ બધા ઘટકો જેમાં હોય તેને સંતુલિત આહાર (Balanced diet), કહેવાય છે.
સામાન્યતઃ સંતોનો ખોરાક સુપાચ્છ, સાત્ત્વિક, પૌસ્ટિક હોય છે. સંતો ગોચરી કરી શ્રાવક પાસેથી વહોરાવીને કરે છે, પરંતુ વિહાર કરતા સમયે તેમને ગોચરીમાં સાદો ખોરાક ન મળે તેવું બનતું હોય છે. જુદીજુદી જગ્યાએ વિહારમાં જતા સતત બદલાતા ખોરાકનો ઉપયોગ કરવો પડતો હોય છે. સામાન્ય રીતે ખોરાકની ગુણવત્તા બદલાતી પણ રહે. કોઈક વાર ઓછા ખોરાકથી, કોઇક વાર
ન
૮૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org