Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
103C જ્ઞાનધારા .00
અક્ષર એટલે માત્ર શાસ્ત્રાભ્યાસ અને આંકડા એટલે સાંપ્રદાયિક ક્રિયાકાંડ, શાસ્ત્રો અને ક્રિયાકાંડથી પર જે ચૈતન્યતત્ત્વ છે, આત્મતત્ત્વ છે, એ જ મારે માટે કેન્દ્રબિંદુ છે. એને લક્ષમાં રાખીને આ વિષય પર વાત કરવાની છે.
ત્રીજી ઑગસ્ટ, ૨૦૧૨ના મુંબઈ સમાચારમાં એક વાચક શ્રી અરુણ ગલિયાએ પ્રજામતમાં લખ્યું છે, “હું માત્ર જૈન છું. મારે ચારમાંથી કઈ સંવત્સરી પાળવી એ જણાવશો ? સ્થાનક્વાસી પરંપરાની સંવત્સરી ૨૧ ઓગસ્ટ, ૨૦૧૨ના છે. મૂર્તિપૂજક તપાગચ્છ પરંપરાની સંવત્સરી ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૨ છે. મૂર્તિપૂજક પાર્થગચ્છ પરંપરાની સંવત્સરી ૨૦, સપ્ટેમ્બર, ૨૦૧૨ના છે. દિગંબર પરંપરાની સંવત્સરી ર૯ સપ્ટેમ્બર, ૨૦૧૨ના છે. મને કહો આમાં સત્ય શું છે?
ખરતર જૈન સંપ્રદાયના ઉપાધ્યાય મણિપ્રભ મહારાજસાહેબે ચિત્રલેખાના તા. ૨૦-૮-૧૨ના અંકમાં છપાયેલ ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, “અલગ અલગ પર્યુષણની ઉજવણીને કારણે અમે લોકોની હાંસીને પાત્ર બન્યા છીએ. અમે સાધુઓ એકાત્મતા અને ક્ષમાપનાની વાતો કરીએ છીએ, પણ એ વાતો અમારા આચરણમાં દેખાતી નથી. અમે ઉપદેશ તો આપીએ છીએ, પણ એનું પાલન કરતા નથી કે કરાવી શકતા નથી.”
“સામાન્ય રીતે સંવત્સરીના દિવસે સરકારી આદેશને પરિણામે તલખાનાં બંધ રાખવામાં આવે છે. આ વર્ષે એટલે કે ૨૦૧૨માં અલગઅલગ સંવત્સરીના હિસાબે કતલખાનાં કોની સંવત્સરીને દિવસે બંધ રાખવાં એ માટે સરકાર પણ મૂંઝાઈ ગઈ છે. પરિણામે આ વર્ષે એટલે કે ઓગસ્ટ, ૨૦૧૨માં સરકારે કતલખાનાં બંધ ન રાખવાનો નિર્ણય કર્યો છે.” | "શું જૈને જીવનવિરોધી છે ?” એ વિષય પસંદ કરવા પાછળની આ ભૂમિકા છે. મને વિચાર આવ્યો કે ધર્મ તો આનંદની યાત્રા છે. ધર્મનું લક્ષ્ય તો આલંબનરહિત અતીન્દ્રિય અનંત આનંદ, અનંત પ્રેમ, અનંત શક્તિ અને અનંત કરુણાની પ્રાપ્તિ છે. એ લક્ષ્ય પર જવાના માર્ગ પર આપણે ચાલીએ એટલે કે ધર્મઆરાધના કરીએ તો આપણને પણ આંશિક આનંદ, પ્રેમ, શક્તિ અને કરુણાનો અનુભવ તો થવો જ જોઈએ ને! જેમ કે સુગંધી પુષ્પોવાળા ઉપવનમાંથી આપણે ફરીને બહાર નીકળીએ તો આપણાં કપડાંમાંથી થોડીક સુગંધ તો આવે જ ને!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org