Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
2. જ્ઞાનધારા
વાગે ઘરનું બારણું ખખડાવ્યું. ડ્રોઇંગરૂમમાં કોઈ હતું નહીં, પરિણામે અમે બારણાં ખખડાવવાનો અવાજ સાંભળ્યો નહીં. સાધ્વીજીએ બેલ મારી નહીં અને એમ ને એમ પાછાં ચાલ્યાં ગયાં. બીજે દિવસે હું એમના દર્શન માટે અપાસરામાં ગયો હતો ત્યારે એમણે મને આ વાત કરી. મેં એમને કહ્યું “તમે બેલ ન મારો તો અમને ખબર કેમ પડે કે કોઈ આવ્યું છે ?’” સવારના ૭ વાગે ડ્રોઇંગરૂમમાં તો કોઈ હોય નહીં. એમની દષ્ટિએ બેલ મારવી એ ધર્મ વિરુદ્ધની વાત છે. છે આનો કોઈ જવાબ આપણી પાસે ?
ન
એન્ટવર્પમાં જૈન દેરાસર છે. એમાં હિટિંગની વ્યવસ્થા છે. એન્ટવર્પમાં શિયાળામાં માઈનસ ૨૦ સેન્ટિગ્રેડ ઉષ્ણતામાન રહેતું હોય ત્યારે હિટિંગ વગર કેમ જીવી શકાય ? મલયેશિયાના ઈપો શહેરમાં જૈન દેરાસર છે. એમાં ઍરકન્ડિશનર મૂક્યું છે. ઈપો શહેરમાં ઉનાળામાં સખત ગરમી પડે છે. ઍરકન્ડિશનર વગર રહેવું અતિમુશ્કેલ હોય છે. શું આ ઈલેક્ટિસટીની વપરાશનો આપણે કેવી રીતે વિરોધ કરી શકીએ ?
કેન્દ્ર સરકાર શાળામાં સેક્સ ઍજ્યુકેશન આપવા અંગે વિચારણા કરી રહી હતી. આ વિષયનો વિરોધ કરવા આચાર્ય રત્નસુંદર મહારાજસાહેબ છ વર્ષ દિલ્હીમાં રહ્યા. માઈકનો ઉપયોગ કર્યો. લોકસભાના ચૂંટાયેલા સાંસદોને મળ્યા. સરકાર ઝૂકી ગઈ. શાળામાં સેક્સ ઍજ્યુકેશન આપવાની વાત પડતી મૂકવામાં આવી. આચાર્ય રત્નસુંદર મહારાજસાહેબના મુંબઈના ઍરકન્ડિશન યોગી સભાગૃહનાં પ્રવચનોમાં ચારથી પાંચ હજાર વ્યક્તિઓની હાજરી રહેતી હતી એમાં મોટા ભાગના યુવાનો હતા. શું આ માઈકના ઉપયોગ વગર શક્ય છે ? મહારાજસાહેબ યુવાનો પાસે ત્રણ પ્રતિજ્ઞા લેવડાવતા અને યુવાનો રાજીખુશીએ ત્રણ પ્રતિજ્ઞાઓ લેતા હતા.
ત્રણ પ્રતિજ્ઞાઓ :
(૧) મા-બાપને ક્યારેય વૃદ્ધાશ્રમમાં નહીં મોકલું અને એમની સાથે વિનયથી વર્તીશ
(૨) વ્યસનોથી દૂર રહીશ
(૩) છૂટાછેડા નહીં આપું
Jain Education International
૫૬
For Personal & Private Use Only
www.jainelibrary.org