Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
CNC જ્ઞાનધારા O
exo ઉપયોગમાં સૂક્ષ્મ વિવેચન તથા વિવેક અભિપ્રેત છે. માઈક, ઈલેક્ટ્રિક લાઈટ આદિ વીજળીથી ચાલતાં ઉપકરણોના ઉપયોગની મર્યાદા સમજવાની આવશ્યકતા છે.
અહીં એક વાત સ્પષ્ટ કરવી જોઈએ કે ઉચિત શોધ અને પ્રયોગોના આધારે વિજ્ઞાને સ્થાપેલ સિદ્ધાંતો માનવાજ જોઈએ એ જરૂરી નથી. સાથેસાથે વિજ્ઞાન દ્વારા રજૂ કરવામાં આવેલાં તથ્યો આગમ અને અન્ય પ્રમાણના આધાર પર ચકાસીને જો સ્વીકારવા જેવા લાગે તો સ્વીકારવા પણ જોઈએ.
જૈન દર્શન એક જીવંત દર્શન છે અને જૈન ધર્મમાં જડતા કે રૂઢિને સ્થાન નથી. ગચ્છની કે સંપ્રદાયની પરંપરા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ પ્રમાણે બદલાવી પણ શકાય છે, પણ દરેક પરિવર્તન વિવેકપૂર્વક અને આગમમાન્ય હોવું આવશ્યક છે. કોઈ પણ તત્ત્વ-નિર્ણય કરતાં પહેલાં સુવિધા-અસુવિધા, સગવડ-અગવડ, પ્રચાર-પ્રસારમાં ઉપયોગિતા કે આધુનિકતાનો વ્યામોહ છોડી દેવો જોઈએ. એવી જ રીતે માત્ર પરંપરાનો આગ્રહ પણ ન રાખવો જોઈએ. આ બંને બાબતમાં સંતુલન જાળવવું જરૂરી છે. જે વિષયમાં આગમ ન તો સાધક છે કે ન તો બાધક છે એના સંબંધમાં વિવેક, બુદ્ધિ, તર્ક અને વિજ્ઞાનના માધ્યમથી યથાર્થ સ્વીકાર કરવામાં અચકાવું જોઈએ નહીં. તત્ત્વનો નિર્ણય થઈ જાય પછી પણ શું કરવું – શું ન કરવું એ વાત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની દષ્ટિએ વિવેકદષ્ટિથી વિચારવી જોઈએ, નવીનતા કે પ્રાચીનતાના આધારે નહીં.
ન
-
જૈન દર્શનમાં પુદ્દગલ :
જૈન દર્શનમાં પુદ્ગલ એ છ દ્રવ્યોમાંનું એક દ્રવ્ય છે, અજીવ છે, અચિત્ત છે. એનામાં રહેલાં ‘સ્પર્શ’ ગુણના આઠ ભેદોમાંથી બે ભેદ છે સ્નિગ્ધ (ચીકણો) અને રૂક્ષ (લૂખો). પ્રજ્ઞાપનાસૂત્રમાં આ બે સ્પર્શોને સ્કંધ નિર્માણનાં કારણો માનવામાં આવ્યાં છે. (પન્નવણા સૂત્ર ૧૩/૨૧-૨૨) સ્નિગ્ધ અને રૂક્ષ પરમાણુઓ ભેગા થઈને સ્કંધ કેવી રીતે બનાવે છે, એના નિયમો પણ એ આગમમાં બતાવવામાં આવ્યા છે. તત્ત્વાર્થસૂત્ર (૫/૨૩) અને સર્વાથસિદ્ધિમાં (૫/૨૪) પણ આની ચર્ચા છે. એમાં જણાવાયું છે કે “સ્નિગ્ધ રુક્ષત્વ ગુણનિમિત્તો વિદ્યુત્’” અર્થાત્ (વાદળાંઓની વચમાં ચમકવાળી) વિદ્યુત્ લૂખા અને ચીકણા ગુણોના નિમિત્તથી થાય છે. વિજ્ઞાન અનુસાર આનું નિમિત્ત છે -
Jain Education International
ܘܘ
For Personal & Private Use Only
www.jainelibrary.org