Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સાંપ્રતકાળમાં આધુનિક અને વીજ ( એસાધ્યાની અને જેના
દર્શનના અભ્યાસુ ઉપકરણોના યથાયોગ્ય ઉપયોગ રશ્મિભાઈ ઝવેરી જૈન ધર્મ અંગે વિવેક અને મર્યાદા” (સંદર્ભ |પર દેશ-વિદેશમાં
પ્રવચનો આપે છે. Ph.D. વિદ્યુત સચેત કે અચેત ?) | કર્યું છે. આગમાં
સૂત્રકૃતાંગના અનુવાદનું ડૉ. રહિમભાઈ જે. ઝવેરી |
શ્રીમતી અંજનાબહેન ઝવેરી (તંત્રી છે. જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટે અને વિશેષતઃ જૈન સાધુસમાજ માટે ઉદ્દેશીને આ શોધનિબંધ લખવામાં આવ્યો છે.
જૈન ધર્મમાં વિશ્વધર્મ બનવાની ક્ષમતા છે. જૈન દર્શનના અનેકાંતવાદમાં વિશ્વના સર્વ ધર્મોને અનેકાંત-સાપેક્ષ દષ્ટિથી સમાવી શકાય છે, પણ આ મહાન દર્શનના વૈશ્વિક પ્રચાર-પ્રસારમાં જૈન સમાજમાં આજે સામયિક અને યોગ્ય માર્કેટિંગનો અભાવ વરતાય છે. આજે શ્રાવકસમાજની અપેક્ષાએ સાધુસમાજ પાસે જૈન ધર્મનું ઊંડું જ્ઞાન છે. શ્રાવકસમાજ તો જૈન ધર્મના માર્કેટિંગ માટે બધી જાતનાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી શકે છે અને કરે છે, પરંતુ પંચમહાવ્રતધારી જૈન મુનિ માટે આધુનિક સાધનો કે ઉપકરણોની વપરાશ માટે ઘણી મર્યાદાઓ હોય છે.
જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટે સાંપ્રતકાળમાં નીચે જણાવેલાં સાધનો અને ઉપકરણો ઉપલબ્ધ છે. ૧. પુસ્તકો, લેખો, સમાચારપત્રો, મેગેઝિનો આદિ પ્રકાશનનાં સાધનો, (Print
Media). ૨. ટેલિવિઝન, વીડિયો, વીસીડી આદિ ઈલેક્ટ્રોનિક સાધનો. ૩. સેલ ફોન, સ્માર્ટ ફોન, ઈ-મેલ, વેબસાઈટ, ઇન્ટરનેટ આદિ ફોન તથા
કોમ્યુટર સાધનો. ૪. વ્યક્તિગત પ્રચાર માટે પ્રવચનો, વ્યાખ્યાનો, સભાઓ, વિશેષ કાર્યક્રમો,
સેમિનારો, શિબિરો આદિ માટે દેશ-વિદેશમાં પ્રયાસો અને પ્રવાસો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org