Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCTC જ્ઞાનધારા CCC પ્રયોગ વિનાકારણ ન જ કરી શકે. ચતુર્વિધ સંઘની પ્રતિષ્ઠા સાચવવા, શીલની રક્ષા કે કટોકટી સમયે સંઘ અને ધર્મપ્રભાવના ટકાવવા, તપસ્વી, તીર્થ અને ધર્મની રક્ષાના અર્થે છેલ્લા ઉપાય તરીકે અનિવાર્ય સંજોગોમાં માત્ર કરુણાબુદ્ધિથી આ પ્રયોગ કરે છે. - જે શિષ્યનું આમાં જરા પણ ખેંચાણ થાય તો ગીતાર્થ ગુરુભગવંત એને ચેતવે છે. “ચમત્કારનો માર્ગ તો સંસાર વધારવાનો અને આત્માને ખોવાનો માર્ગ છે. એમાં તો આપણા અંતરઆત્માનો અવાજ રંધાય અને દુનિયા છેતરાય એ વળી પાંચ જાંબુ માટે હીરાના સોદા જેવો ખોટનો ધંધો થયો કહેવાય.”
ચતુર્વિધ સંઘ અને જિન શાસનનું હિત જૈન પત્રકારને હૈયે વસેલું હોય. પત્રકારને શ્રાવકાચાર પ્રત્યેની સભાનતા અને સાધુજીની સમાચાર પ્રત્યે પૂર્ણ જાણકારી હોવી જોઈએ. શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાની ભાવના હોવી જાઈએ, ધર્મ શાસનની હિલના થાય તેવા લેખો કે સમાચારો તે ક્યારેય પોતાના પત્ર કે પત્રિકામાં પ્રગટ કરે નહિ. જિન શાસનની ગરિમા જળવાય તે રીતે વર્તમાન સમસ્યાઓ, તિથિ કે તીર્થની ચર્ચાનું સમ્યફ વિશ્લેષણ કરે..
પત્રકાર હંમેશાં પીળા પત્રકારત્વ-Yellow Journalismથી દૂર રહે. લાલચરહિત, સ્થાપિત હિતોના દબાણ હેઠળ આવ્યા વિના, તટસ્થબુદ્ધિથી Activist-એક્ટિવિસ્ટ જર્નાલિસ્ટ, કર્મશીલ પત્રકાર હોય.
પત્રકાર લોકમત કેળવનાર લોકશિક્ષક છે. જ્યારે અર્ધસત્ય અને વિકૃત અહેવાલો કે સમાચારોથી સમાજ વિક્ષુબ્ધ બને, શાસનમાં કટોકટી સર્જાય, ભોળા શ્રદ્ધાળુ કે યુવા વર્ગની ધર્મ પ્રતિ શ્રદ્ધા ડગમગે ત્યારે જૈન પત્રકાર ધીરગંભીર બની ડહોળાયેલા નીરને નિર્મળ કરે. સુનામીનાં પ્રચંડ મોજાને સરોવર જેવું શાંત કરે અને શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરવાનો સમ્યફ પુરુષાર્થ કરી શ્રમણ સંસ્કૃતિની અસ્મિતાને ઉજાગર કરવાનો પુરુષાર્થ કરે.
જૈન ધાર્મિક શિક્ષણ બોર્ડ, મેજિક ટચ કે લૂક એન્ડ લર્ન જેવા સેંટરો દ્વારા બાળકોને નાની વયથી જૈન ધર્મનું શિક્ષણ આપવામાં આવે, યુવાનોને સાત્વિક વિકલ્પ પૂરો પાડી ધર્મ અને સેવાકીય પ્રવૃત્તિમાં એલર્ટ યંગ ગ્રુપ, વીર સૈનિક કે અહમ યુવા ગ્રુપ જેવી પ્રવૃત્તિમાં જોડવામાં આવે, ઘરઘર અને જનજન સુધી
- ૭૩ ભs
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org