Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
100% C જ્ઞાનધારા 100 ચાલવા કરતાં કઠિન માર્ગ છે, પરંતુ વીતરાગ માર્ગનો શ્રદ્ધાળુ સાધક સહરાના રણ જેવા દુષ્કર સંયમજીવનમાં દ્વીપકલ્પરૂપ આનંદની અનુભૂતિ કરી શકે છે.
શ્રાવક-શ્રાવિકા માટે શ્રાવકાચારનું પાલન અને સંઘો, મહાસંઘો જેવી મહાજન સંસ્થાની જાગૃતિ અને વિવેક શાસન પર આવતી વિપૃત્તિને ટાળી શકે. આને માટે આપણે મહાસંઘો અને મહાજન સંસ્થા જેવાં સંગઠનોને ખૂબ જ મજબૂત બનાવવા જોઈએ. આપણાં સાધુ-સાધ્વીજીઓ શ્રમણ સંસ્કૃતિની ધરોહર છે. આપણી પાસે સાધુસંપદા અલ્પ છે. જિન શાસનની આ અમૂલ્ય સંપદાને સાચવવી એ આપણી ફરજ છે.
ઈતિહાસનાં પૃષ્ઠો તપાસતાં જણાયું છે કે લબ્ધિપ્રયોગને કારણે કેટલાક સંતો પર શિથિલાચારના આરોપ અને ઓલપ થયા છે. - સંયમપંથમાં સાધુતાની પગદંડી પર વિહરતા સંતોનું જીવન દિવ્ય હોય છે, મતિની નિર્મળતા અને સાધનાના પરિણામરૂપે સંતોના જીવનમાં સહજભાવે લબ્ધિ પ્રગટ થતી હોય છે. - જૈન દર્શન ચમત્કારમાં માનતું નથી. સાધુજીની સમાચારી પ્રમાણે સંતસતીજીઓને લબ્ધિપ્રયોગ પ્રદર્શનનો નિષેધ છે. સ્વસુખ કે લોકપ્રિયતા માટે સંતો કદી આવા પ્રયોગો કરતા નથી.
ભૌતિક સુખની ઝંખના કરતી આ દુનિયામાં તન-મનના દુઃખીઓનો કોઈ પાર નથી. શારીરિક રોગ, માનસિક રોગ, પ્રેમમાં નિષ્ફળતા, લગ્ન, ડિપ્રેશન, તાણ, હતાશા, ધંધામાં મુશ્કેલી, સંતાનની આશા, વહેમ દરિદ્રતા, વળગાડ, ધન અને પદ માટે લાલચ વગેરે કામનાવાળો લોકપ્રવાહ સતત સંત-સતીજીઓ પાસે આવતો હોય છે. તેઓની અપેક્ષા સંત પાસેથી દોરા, ધાગા, તંત્ર, માદળિયાં અને ચિત્ર-વિચિત્ર વિધિઓ દ્વારા પોતાનું કામ પાર પાડવાની હોય છે. - સંસારિક દુઃખો દૂર કરવા, ભૌતિક સુખો મેળવવા અને ક્ષુલ્લક કારણોસર ગુરુ પાસે લબ્ધિપ્રયોગ કરવા વિનંતી કરવી તે “શ્રાવકાચારથી તદ્દન વિપરીત છે. ' આજે પણ કેટલાય સંતોના જીવનમાં વચનસિદ્ધિ અને અન્ય લબ્ધિ પ્રગટેલી હોય છે. સંતો પોતાની સાધનાના પરિપાકરૂપે પ્રગટેલી સહજલબ્ધિનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org