Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
૪૭૯ જ્ઞાનધારા 02796 | તીર્થંકર પરમાત્માએ તીર્થની સ્થાપના કરી જેમાં સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા એ સંઘનાં ચાર અવિભાજ્ય અંગો છે. શ્રાવકધર્મ કે સાધુમધ બનેનું અંતિમ ધ્યેય તો મોક્ષ જ છે. સાધુધર્મ ટૂંકો અને કઠિન માર્ગ છે, જ્યારે શ્રાવકધર્મ સરળ અને લાંબો માર્ગ છે. ગણધર ભગવંતોએ સૂરસિદ્ધાંતની રચના કરી આચાર્ય ભગવંતોએ આચારસંહિતા બતાવી. સાધુઓ માટે સમાચારી અને શ્રાવકોએ પાળવાના નિયમો તે “શ્રાવકાચાર'. “સમાચારી' અને શ્રાવકાચાર તે ખારા સંસારમાં મીઠા જળનું મોટું સરોવર છે. હસવૃત્તિવાળાનું સરોવર તરફ આકર્ષણ હોય કાગવૃત્તિ ખાબોચિયા તરફ ખેંચાય.
સાધુજીની સમાચારી અંગે નિર્ણય લેવા આપણે અધિકારી નથી. દાર્શનિક સંદર્ભમાં તપાસીએ તો શાસ્ત્રોક્ત આચારસંહિતાના મૂળ સૂરસિદ્ધાંતો ત્રણે કાળમાં એક જ હોય, કારણકે તે સર્વજ્ઞ ભગવંતો દ્વારા રચાયેલા હોય તેથી કાળના પ્રવાહમાં તે કદી બદલાય નહિ. છતાં મૂળભૂત સિદ્ધાંતોમાં લેશમાત્ર પરિવર્તન કર્યા વિના ગીતાર્થ આચાર્યો શાસ્ત્રાનુસાર પરિવર્તન અંગે નિર્ણય લઈ શકે.
સમય, સમય પ્રમાણેનું આચરણ એટલે સમાચારી છે જેમાં ક્ષેત્ર અને કાળ પ્રમાણે પરિવર્તનોને અવકાશ હોઈ શકે.
જૈન ધર્મનો સંયમમાર્ગ અતિકઠિન છે. અનેક પરિગ્રહો સહીને ઉપસર્ગો સામે ઝઝૂમતાં સંત-સતીજીઓ ચારિવયાત્રામાં આગળ ધપે છે. પંચમહાવ્રતધારી સાધુસંતો પણ આપણા જેવા માનવ છે. આપણે સૌ છવસ્થ છીએ. ક્યારેક પ્રમાદ કે કર્મોદયને કારણે, માનવસહજ મર્યાદાને કારણે આચારપાલનમાં શિથિલતા આવવા સંભવ છે. આવી શિથિલતા કે સ્વચ્છંદીપણા વિશે જ્યારે સાંભળીએ ત્યારે આંખ આડા કાન ન કરાય, મૌન પણ ન સેવાય અને વગર વિચાર્યું જાહેરમાં હોબાળો પણ ન કરાય. શિષ્યોના શિથિલાચાર કે સ્વચ્છેદાચારના નિયમનની જવાબદારી ઘણું કરીને તો જે તે ગચ્છ કે સંપ્રદાયના આચાર્ય ગુરુભગવંતો જ નિભાવે છે. જો સંતાનો ભૂલ કરે તો પરિવારના વડીલો તેને એકાંતમાં શિક્ષા આપી ચેતવણી આપી સાન ઠેકાણે લાવે છે તેમ મહાજન કે મહાસંઘો પરિસ્થિતિ પ્રમાણે પગલાં લે છે અને ગુરુભગવંત પ્રાયશ્ચિત્ત પણ આપે છે. છે ઈર્ષા, પૂર્વગ્રહ, તેજેષ, ગેરસમજ અને વિકૃતિને કારણે ઘણી વાર ખોટા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org