Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જિન શાસનની સાંપ્રત સમસ્યા પરત્વે સહચિંતન
♦ ગુણવંત બરવાળિયા
જિન શાસનના સાંપ્રત પ્રવાહમાં કેટલીક સમસ્યા ઉદ્ભવતી હોય છે અને સમયાનુસાર તેનું સમાધાન પણ થતું હોય છે.
જુદાજુદા ધર્મ અને સંપ્રદાયોમાં દીક્ષાત્યાગ, મંદિરો, મઠ, દેરાસર, ઉપાયો, સંઘ કે ટ્રસ્ટના આધિપત્ય માટે ઝઘડા, મારામારી, કોર્ટ-ક્ચેરી અને નાણાંના દુર્વ્યયના ચિંતાપ્રેરક સમાચારો મળે છે.
દેશ-વિદેશના ખ્રિસ્તી પાદરીઓ, બૌદ્ધ સાધુઓ, ભારતના હિંદુ અને જૈનોના વિવિધ સંપ્રદાયના સાધુઓ, સ્વામીનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયના સાધુઓ વગેરેના શિથિલાચારના પ્રસંગો જાણવા મળે છે.
દીક્ષા એટલે માન્યસત્ત્વપુંજને ગ્રહણ કરવાના સ્વીકૃત અભિમત માટે સમર્પિત થવું. તપ-ત્યાગનાં વ્રત-નિયમો પાળવાનો સંકલ્પ ધરવો કે સંન્યાસ ગ્રહણ કરવો એટલે દીક્ષાપ્રાપ્તિ, ઉત્તમ પ્રકારનાં આચાર, સાધના અને આરાધનાને લીધે જ જૈન દીક્ષાર્થીનું વિશ્વમાં અજોડ સ્થાન છે. આજના વિષમયુગમાં જૈન સંત-સતીજીઓ ભગવાન મહાવીરે દર્શાવેલ માર્ગે શાતાપૂર્વક વિચારી રહ્યાં છે તથા વિશ્વકલ્યાણ અને વિશ્વમાંગલ્યનો સંદેશ આપી રહ્યાં છે. દીક્ષાજીવનમાં સ્વ પર કલ્યાણનો ઉદ્દેશ અભિપ્રેત છે. આ પવિત્ર પરંપરાનાં મૂળ પરમતત્ત્વના અનુસંધાન સાથે જાડાયેલાં છે. દીક્ષા લેનાર દરેક સાચી ભાવનાથી ત્યાગ-વૈરાગ્યની સમજણથી પ્રેરાઈને સંયમમાર્ગે ચાલે છે માટે જ જૈન સાધુઓના ચલિત થવાના પ્રસંગો નહિવત્ જ બને છે.
જિન શાસનમાં જ્યારે વિથિલાચારના પ્રસંગો બને ત્યારે શ્રાવક-શ્રાવિકા, મહાજન, સંસ્થા કે સંઘ અને પત્રકારોની ભૂમિકા વિશે સહચિંતન કરવું અનિવાર્ય
બને છે.
Jain Education International
ગુણવંતભાઈ વર્ષોથી ધાર્મિક અને સામાજિક
સંસ્થાઓ સાથે
સંકળાયેલા છે. કેટલાક
ગ્રંથોનું સર્જન-સંપાદન
કર્યું છે. જ્ઞાનસત્રોના આયોજનમાં રસ લે છે.
SC
For Personal & Private Use Only
www.jainelibrary.org