Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
MOOOOOO અનુમોદના છે, પણ એ સાંજી નિમિત્તે રાત્રિભોજન, આઈસક્રીમ જેવી અભક્ષ્ય વસ્તુઓ એ બધું જોવા મળે છે ત્યારે તપની અનુમોદના કરતાં દેખાડો વધુ લાગે છે. ઘણી વખત તો તપ કરાવાવાળા પોતે જ ઇચ્છે કે મારી તપસ્યા નિમિત્તે સાંજ રખાય, શોભાયાત્રા નીકળે જેનાથી એ તપ દ્રવ્યક્યિા બની જાય છે, પણ આ જ તપ કરવાવાળી વ્યક્તિ એ તપ પોતાના આત્મશુદ્ધિના ભાવથી કરે, તપશ્ચર્યા દરમિયાન પણ સ્વાધ્યાય, સત્સંગ, ધ્યાન, ચિંતન કરે તો એ કર્મનિર્જરાનું કારણ તો બને જ, પણ એ જ નિર્જરા Multiple થાય અને આત્મશુદ્ધિના માર્ગે આગળ વધી શકે.
આજકાલ પર્યુષણ વખતે કે અન્ય કોઈ પ્રસંગે ધાર્મિક પ્રવચનો, વ્યાખ્યાન કે અન્ય કોઈ ધાર્મિક અનુષ્ઠાનો થતાં હોય છે. એના માટે હોલ ભાડે રખાતા હોય છે. એ હૉલ કે Auditoriumની સજાવટ સુંદર હોય, આધુનિક માઈક સિસ્ટમ હોય, હિૉલ વાતાનુકૂલિત હોય, સ્ટેજની સજાવટ સારી હોય, બેસવા માટે સારા પ્રકારની ખુરશીની સગવડ હોય જે વ્યાખ્યાન હૉલની ભવ્યતા થઈ. આ બધા પછી વક્તાની વાણીમાં માધુર્ય હોય, વક્તવ્યમાં આરોહ-અવરોહ હોય, આદર્શ વક્તાનું આખુંય ઉપનિષદ એમાં અભિપ્રત હોય અને શ્રોતાઓ ખૂબ જ રસથી આનંદપૂર્વક એ વક્તવ્યને માણતા હોય એ આ વ્યાખ્યાન, પ્રવચનની ભવ્યતા થઈ.
ત્યારે વક્તાની આ વાણી જો વક્તાના ચારિત્રમાંથી પરાવર્તિત થઈને આવતી હોય અને સુજ્ઞ શ્રોતા તેને ઝીલે અને એના આચરણમાં એ પરાવિર્તત થાય તો તે સ્વાધ્યાયની દિવ્યતા થઈ. વક્તા જિનવાણીનાં રહસ્યો સરળતાથી સમજાવે અને જિજ્ઞાસુ શ્રોતા એને આત્મસાત્ કરે એ દિવ્યતા જ સ્વ પરનું કલ્યાણ કરી શકે, પણ સાંપ્રતકાળમાં આપણે બધા ભવ્યતામાં જ અટવાઈ ગયા છીએ તો ભવ્યતાથી નીકળી દિવ્યતા તરફ પ્રયાણ કરી મોક્ષલક્ષી આરાધનાના માર્ગે આગળ વધીએ.
પર્યુષણમાં દરેક જિનમંદિરમાં રોજ પરમાત્માની પ્રતિમા પર આંગી થાય છે. આપણે તે આંગીનાં દર્શન કરવા જઈએ છીએ ત્યારે એવી નયનરમ્ય સમાધિરસથી ભરેલી પરમાત્માની પ્રતિમાનાં દર્શન કરતા આપણા ભાવોલ્લાસની પણ વૃદ્ધિ થાય છે. ક્યારેક, કોઈ જગ્યાએ આ આંગી માટે ઘણા મોટા પ્રમાણમાં ફૂલોનો ઉપયોગ થાય છે અને ત્યાં પછી વિવેક સચવાતો નથી એવું મને લાગે છે. પરમાત્માની
- ૬૭ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org