Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
O
> C જ્ઞાનધારા
અષ્ટ પ્રકારની પૂજામાં પુષ્યપૂજાનું વિધાન છે જે આપણે ભાવથી, વિવેક વાપરીને પરમાત્માને પુષ્પ ચઢાવીને કરી શકીએ છીએ.
જિનમંદિરમાં પ્રભુની ભવ્ય પ્રતિમા હોય, રંગમંડપની અદ્ભુત સજાવટ હોય, જિનાલયનું સંપૂર્ણ સ્થાપત્ય સંગેમરમરનું કલાપૂર્ણ હોય, આ દેરાસરની ભવ્યતા થઈ. પ્રશમભાવયુક્ત પ્રભુજીની એ પ્રતિમાનાં દર્શન કરતાં એની સાથે આપણું આત્માનુસંધાન થાય, પરમાત્માના ગુણોનું આપણામાં અવતરણ થાય એવી ઝંખના જાગે તો એ દર્શનની દિવ્યતા છે. કારણ, કહ્યું છે, ‘જિન પ્રતિમા જિન સારખી’. દેરાસરમાં પ્રતિમા અને આ આંગીનાં જે ચક્ષુદર્શન કરીએ છીએ અને એમાં આપણે મોહિત થઈ જઈએ છીએ, તો પરમાત્માના કેવળ બાહ્ય ચક્ષુર્શનમાં ન અટકતાં પરમાત્માનાં અંતરદર્શન કરી અર્થાત્ એમની વીતરાગતા, સર્વજ્ઞતા આદિ ગુણોને યાદ કરી આપણાં અંતરચક્ષુ ખૂલવા જોઈએ, અનાદિથી વિસારેલું પોતાનું સ્વરૂપ યાદ આવવું જોઈએ. દેવચંદ્રજી સુવિધિજિનેશ્વરના સ્તવનમાં પ્રથમ કડીમાં જ કહે છે -
w
દીઠો સુવિધિ જિણંદ સમાધિરસે ભર્યો હો લાલ // ભાણ્યો આત્મસ્વરૂપ, અનાદિનો વિસર્યો હો લાલ ॥ સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ ।। સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો હો લાલ ।।
આવી રીતે આપણે જે કાંઈ ધર્મઅનુષ્ઠાનો કરીએ છીએ એમાં વિવેક વાપરીને, આત્માના લક્ષે કરીએ તો આપણે રત્નત્રયીની, અર્થાત્ સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્રની આરાધના કરી શકશું, કારણ મોક્ષમાર્ગની સાધનાનો રત્નત્રયની આરાધના જ પ્રાણ છે. કોઈ પણ ક્રિયા સ્વરૂપના લક્ષે થવી જોઈએ. બધી ક્રિયા કરતાં આપણી જાગૃતિ રહેવી જોઈએ. ઉપયોગ એ ક્રિયામાં જોઈએ. આત્મસ્વરૂપનું ચિંતન, અનુપ્રેક્ષાઓનું ચિંતન થવું જોઈએ. તો જરૂરથી આપણે આપણી આત્મસાધનાના, આત્મવિકાસના માર્ગે આગળ વધી શકશું.
Jain Education International
૬૮
For Personal & Private Use Only
www.jainelibrary.org