Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCC જ્ઞાનધારા 100 ઈલેક્ટ્રિસિટી બે પ્રકારની હોય છે –
(૧) સ્ટેટિક (Static) અને કરન્ટ (Current). આકાશની વીજળી (Lightning) એ વાદળોમાં જમા થયેલા ઈલેક્ટ્રિક ચાર્જનો પૃથ્વી પર થનારો ડિસ્ચાર્જ છે. એમાં જે પ્રકાશ દેખાય છે તે ઈલેક્ટ્રોન ઊર્જાનું પ્રકાશની ઊર્જામાં રૂપાંતર છે. એ ચાર્જને જ્યારે સુવાહક (Good Conductor of Heat) મળે ત્યારે એ સુરક્ષિત રહે છે અને કરીના પ્રવાહના રૂપમાં વહે છે. '
વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર (Electro Magnetic Field) ઈલેક્ટ્રોમેગ્નેટિક ઊર્જા, ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગો (waves) આદિના સ્વરૂપના આધારે એ સ્પષ્ટ થાય છે કે વિદ્યુત પોતે સ્વયં તો એક પૌલિક” (Mater) નિર્જીવ પરિણમન છે. તત્ત્વાર્થ સૂત્રમાં પણ (૫/૨૪) અંધકાર, છાયા, આતપ (સૂર્યપ્રકાશ), ઉદ્યોત (ચંદ્રપ્રકાશ) આદિને પુદ્ગલનીજ પરિણગતિ બતાવી ઉત્તરાધ્યયન સૂત્ર (૨૮/૧૧, ૧૩)માં સ્પષ્ટરૂપે પ્રકાશ, શબ્દ, આતપ, આદિને પુદ્ગલનાં જ લક્ષણ બતાવ્યાં છે. - સાધુ કોમ્યુટર/ટેલેક્ષ, માઈક, લાઈટ, પંખા, એરકન્ડિશનર, ફોનનો ઉપયોગ કરી શકે ?
જો ગૃહસ્થ પોતાની સુવિધા માટે માઈક-લાઉડસ્પીકરનો ઉપયોગ કરે અને સાધુ માઈકમાં બોલે તો સાધુને દોષ કેવી રીતે લાગે ? એક વાર ઈલેક્ટ્રિસિટી અચિત્ત માની લઈએ પછી ઉપરનાં કોઈ પણ ઉપકરણોથી તેઉકાયની હિંસા થતી નથી. સાંપ્રતકાળમાં મોટી સભાઓને સંબોધન કરતી વખતે જો વક્તા માઈકમાં ન બોલે તો બધાને સાંભળવામાં તકલીફ થાય અને સભાની વ્યવસ્થા પણ જોખમાઈ જાય. મોટાં આયોજનો માટે ગૃહસ્થોને પંડાલ, સ્ટેજ, લાઈટ આદિની વ્યવસ્થા કરવી જ પડે છે. એવી જ રીતે માઈકની તથા લાઉડસ્પીકરની વ્યવસ્થા પણ ગૃહસ્થ પોતાની સુવિધા માટે કરે છે.
પણ આ બધાં સાધનોના ઉપયોગ માટે સિદ્ધાંત જ નહીં, પણ વ્યવહારનું ધ્યાન રાખવાની પણ આવશ્યક્તા છે.
હવે પ્રશ્ન થશે કે માઈકના એમ્પ્લિફાયરને લાગેલી લાઈટો અવાજના આરોહઅવરોહ સાથે ઝબૂક્યા કરે છે. માઈક ચાલુ હોય ત્યારે એની અંદર રહેલા ટ્રાન્ઝિસ્ટર, ડાયોક્સ વગેરે બહુ ગરમ થઈ જાય છે, તેવી જ રીતે ઈલેક્ટ્રિીટી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org