Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
CONC_જ્ઞાનધારા
O
ઊર્જા પેદા કરવા માટે કેટલી વધારે ઊર્જાનો વ્યય થાય છે). આ ઊર્જાઓ કોઈ પદાર્થને ફક્ત ત્યારે સચિત્ત બનાવે છે જ્યારે થોડી આવશ્યક શરતો પૂરી થાય છે. નહીં તો ઉપરોક્ત સંદર્ભમાં પોતે અચિત્ત ઊર્જા છે એમ સિદ્ધ થાય છે
અગત્યના પ્રશ્નો :
ઈલેક્ટ્રિસિટી અથવા વીજળીનો પ્રવાહ સ્વયં-પોતે શી ચીજ છે ? શરીરમાં વહેતો વીજળીનો પ્રવાહ અને વીજળીના વાયરમાં વહેતો પ્રવાહ આ બંને સમાન છે કે ભિન્ન છે ? એક જ જાતના છે કે અલગઅલગ છે ? આકાશમાં થતી વીજળી અને તારની અંદર વહેતી વીજળી અને શરીરમાં સતત કામ કરી રહેલ વીજળીના પ્રવાહમાં કોઈ ફરક છે કે નહીં ? આકાશમાં થતો વીજળીનો ઝબકારો, તારમાં વહેતી વીજળી અને શરીરમાં સતત કામ કરી રહેલી વીજળી - આ ત્રણે સંપૂર્ણપણે એક જ છે કે એક વસ્તુના જુદાજુદા પર્યાયો છે અથવા જુદાંજુદાં પરિણમનો છે ? – આ બધા પ્રશ્નોને બધી રીતે ચકાસીને આપણે નિર્ણય કરી શકીએ કે જેમ આકાશમાં થતી વીજળીને ચિત્ત તેઉકાય જીવ ગણવામાં આવે છે, તેવી જ રીતે બધી વીજળીઓને સચિત્ત તેઉકાયની ગણતરીમાં ગણવી કે નહીં ?
આ બધા પર આપણે તટસ્થપણે, અનેકાંત દષ્ટિ લઈને વિચાર કરવાનો છે. અંગ્રેજી ભાષામાં બે શબ્દોનો પ્રયોગ જોવા મળે છે,
(૧) ઈલેક્ટ્રિસિટી (Electicity) એટલે ઈલેક્ટ્રિક ઊર્જા અથવા (Current) • (૨) લાઈટિંગ (Lightning) એટલે કે આકાશમાં ઝબૂકતી વિદ્યુત કે
વીજળી.
-
–
હિન્દી અને ગુજરાતીમાં આ બંને માટે એક જ શબ્દ વપરાય છે – વિદ્યુત અથવા વીજળી, પણ ઉપરની બંને પ્રકારની વીજળીમાં જે ફરક છે તેને સમજવા માટે વિજ્ઞાનની મૂળ માન્યતાઓને સ્પષ્ટ રીતે સમજવી જોઈએ. વિજ્ઞાનની દષ્ટિએ પ્રત્યેક તત્ત્વ (Element)ની રચના પરમાણુઓથી થઈ છે. પરમાણુના બે ભાગ છે - ન્યૂક્લિયસ (Nucleus) અને પરિધિ. કેન્દ્રમાં પ્રોટોન અને ન્યૂટ્રોન એમ બે કણ હોય છે. પરિધિમાં માત્ર ઈલેક્ટ્રોન જ હોય છે. આ ઈલેક્ટ્રોન જ વિદ્યુતની પ્રક્રિયાના મૂળમાં છે.
Jain Education International
૮૧
For Personal & Private Use Only
www.jainelibrary.org