Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
C
> C જ્ઞાનધારા 2
O
આરોપો ઘડવામાં આવતા હોય છે. શિથિલાચાર કે સ્વચ્છંદાચારના વિવિધ પ્રસંગોમાં સત્યાસત્યનું અન્વેષણ કે સંશોધન બહુ જ મુશ્કેલ કાર્ય છે. જેથી જાણતા કે અજાણતા સાધુની અવહેલના કે નિંદાની પ્રવૃત્તિથી બચવા જાગૃતિ અને વિવેકની ખૂબ જ આવશ્યકતા ગણાય. ભોળા, શ્રદ્ધાળુ યુવાવર્ગ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવા સમયે પ્રચારમાધ્યમો દ્વારા વહેતા થયેલા વિકૃત કે અર્ધસત્ય અહવાલો શ્રદ્ધાળુ વર્ગને ઠેસ પહોંચાડશે અને યુવા વર્ગને ધર્મવિમુખ કરશે. આવી પ્રવૃત્તિ ધર્મશાસનની હિલના કે કુસેવા જ ગણાય.
શિથિલાચારી સંત કે સતીની દેશના કે ઉપદેશનું મૂલ્ય બેંકમાં બંધ કરી દીધેલા ખાતાના ચેક જેટલું પણ નથી. જ્ઞાનીઓએ સ્વચ્છંદી સાધુને ઝાંઝવાના જળે બરબાદ થતાં કાગડા સાથે સરખાવ્યો છે. સ્વચ્છંદાચારીની વાંઝણી ક્રિયાઓ નિષ્ફળતાને વરે છે. જો મુનિત્વ ડચકાં લેતું હોય તો શ્રાવકત્વની શી વલે થાય ? આવા સંજોગોમાં અમ્માપિયા જેવાં મહાજનો, ઠરેલ બુદ્ધિના ધર્મનિષ્ઠ શ્રાવકોએ ગીતાર્થ ગુરુભગવંતોના માર્ગદર્શન હેઠળ શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાનો પુરુષાર્થ કરવો પડે.
શ્રાવક-શ્રાવિકાને ‘‘શ્રાવકાચાર’’ શું છે તેની પૂરી જાણકારી હોય એટલું જ નહિ, પરંતુ તે ‘‘શ્રાવકાચાર’’નું પાલન કરે અને સાધુજીની સમાચારીની જાણકારી રાખે તો કેટલાય દોષોથી બચી શકાય.
ન
દા.ત. એકાંતમાં સાધુજીને સ્ત્રી ન મળી શકે અને એકાંતમાં સાધ્વીજીને પુરુષ ન મળી શકે. સૂર્યાસ્ત પછી સ્ત્રી સાધુજીનાં દર્શન માટે ન જઈ શકે અને પુરુષ સાધ્વીજીનાં દર્શને ન જઈ શકે. ગોચરી-વિહાર આદિના નિયમોની જાણકારી શ્રાવકશ્રાવિકાએ રાખવી જોઈએ. ઉપરાંત જ્યાં સાધુ-સતીજીઓ બિરાજતાં હોય તેવાં ભવન કે ધર્મસ્થાનક કે દેરાસરમાં બરમૂડા, કુર્તી, જિન્સ, સ્લીવલેસ જેવાં ટૂંકાં કે ચુસ્ત વસ્ત્રો પહેરવાં ન જોઈએ. ઉદ્ભટ વેષનો ત્યાગ અને વિવેકપૂર્ણ શરીરનાં અંગઉપાંગો ઢાકે તેવું વસ્ત્રપરિધાન શ્રાવકાચારમાં અભિપ્રેત છે.
ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯મા અધ્યયનમાં કહ્યું છે કે, “સંયમનું પાલન રેતીના કોળિયા જેવું નીરસ છે તેમ જ સંયમને માર્ગે ચાલવું એટલે ખાંડાની ધાર પર ચાલવા સમાન છે. સંયમનો માર્ગ એટલે તપ્ત સહરાના રણમાં
જ
૭૧
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org