Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
SSC જ્ઞાનધારા 0790
ઉપર્યુક્ત બધાં સાધનો અને ઉપકરણોનો જો સુચારુ અને સંગઠિતરૂપે ઉપયોગ કરવામાં આવે તો જૈન ધર્મનો વ્યવસ્થિત અને બહોળો પ્રચાર થઈ શકે. શ્રાવકસમાજ તો આ બધાં જ સાધનો તથા ઉપકરણોનો છૂટથી ઉપયોગ કરી શકે છે, પણ શ્રાવાકસમાજની મર્યાદાઓ (Limitation) પણ છે – બહુ થોડા શ્રાવકો જૈન ધર્મનું તલસ્પર્શી જ્ઞાન ધરાવે છે તથા તેમને માટે બધાં જ ઉપકરણો કે સાધનો વાપરવાની પણ આર્થિક મર્યાદા છે. તે ઉપરાંત લેખનકળા, વત્વકળા આદિ પણ બધા પાસે નથી હોતી. સૌથી મોટી મર્યાદા છે સમયની, કારણકે ગૃહસ્થો હોવાથી વ્યવસાય-ધંધાની, ઘર-સંસારની આદિ જવાબદારીઓ પણ નિભાવવાની હોય છે.
જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટે સાધુસમાજ ઘણો ઉપકાર કરી શકે એમ છે - એમનાં વ્રતોની મર્યાદામાં રહીને પણ.
અહિંસા, સંયમ અને તપમય ધર્મનો સ્વીકાર કરવા જૈન દીક્ષા અંગીકાર કરવામાં આવે છે. અવત આશ્રવ રોકવા માટે પાંચ મહાવ્રતનું પાલન અનિવાર્ય છે. સાથે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન તથા રાત્રિભોજન ત્યાગ પણ આવશ્યક છે. આમ કરે તો જ સ્વકલ્યાણનો પથ પ્રશસ્ત બને. સ્વકલ્યાણ પછી પરકલ્યાણ આવે છે. માટે સાધુજીવનમાં પાંચ મહાવ્રત આદિ અખંડ પાળીને જ સ્વ-પર કલ્યાણની ચર્ચા કરી શકાય. આ મૂળભૂત સિદ્ધાંતને ભૂલ્યા વગર જૈન ધર્મના પ્રચારનો વિચાર કરવો અભિપ્રેત છે.
તમેવ સર્ચ નિસંકે જે જિર્ણહિં પવેઈયે” - આચરાગ સૂત્ર (૫/૫/ ૧૬૫)નું આ સૂત્ર સમગ્ર ચર્ચાનો મુખ્ય આધાર હોવો જોઈએ. આગમની સાથે વિરોધ ન થાય તેવી રીતે તત્ત્વની શોધ માટે સુવિચાર કરવો એને જ તર્ક કહેવાય. (મુનિ યશોવિજયજી કૃત “વિદ્યુત સજીવ કે નિર્જીવ” દ્વિતીય આવૃત્તિ, પૃ. ૧૫). ભાવાર્થ એ છે કે જૈનાગમોમાં ભાખેલ સત્યને સમ્યફ પ્રકારે સમજવાની જરૂર છે. પ્રત્યેક આગમ વાક્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને કઈ અપેક્ષા/દષ્ટિ/સંદર્ભમાં કહેવામાં આવ્યું છે, તે સંદર્ભ સમજવો પણ જરૂરી છે. - આ શોધલેખમાં વિદ્યુત સચિત્ત (સજીવ) છે કે નિર્જીવ એના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી છે, કારણકે જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટે વિદ્યુત ઉપકરણોના
છ ૭૬ ભાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org