Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
*One
એકાંતિક ક્રિયાકાંડના તરેકથી
વીતરાગ માર્ગની મૂળભૂત આત્મસાધનાના થતા વિસ્મરણને Ph.D. કરેલ છે. તેમનો
વિષય પર થિસિસ લખી
રોકવાના ઉપાયો
“અમૃત યોગનું પ્રાપ્તિ મોક્ષની” નામનો ગ્રંથ
♦ ડૉ. રશ્મિ ભેદા
જૈન ધર્મનાં અભ્યાસુ ડૉ. રશ્મિબહેને યોગ
|
પ્રગટ થયો છે. તેઓ જૈન જ્ઞાનસત્રોમાં ભાગ લે છે.
વીતરાગમાર્ગની મૂળભૂત ‘આત્મસાધના’ શું છે ? વીતરાગમાર્ગમાં સાધનાનું લક્ષ્ય મોક્ષપ્રાપ્તિનું છે, અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિનું લક્ષ્ય છે. એના માટે ભવ્યજીવો માટે જરૂરી છે કે પ્રમાદ છોડી, પ્રમોદપૂર્વક જિનેશ્વર ભગવંતની એટલે કે જે વીતરાગ છે, સર્વજ્ઞ છે, હિતોપદેશક છે એમની આરાધના કરે, ભક્તિ કરે, જેનાથી અનાદિથી વિસારેલા પોતાના આત્મસ્વરૂપની ઓળખાણ થાય. આ આત્મસાધના માટે સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્રરૂપી રત્નત્રયીની સાધના જરૂરી છે. દિગંબર આચાર્ય સામંતભદ્ર ‘રત્નકદંડ શ્રાવર્કાચાર'માં આત્માનો સ્વભાવરૂપી જે ધર્મ છે તેને પ્રગટ કરવા માટે કહે છે
Jain Education International
सष्टि ज्ञानवृत्तानि धर्मं धर्मेश्वराः विदुः ।
અર્થાત્ 'ધર્મના ઈશ્વર ભગવાન તીર્થંકર સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્ર એ ત્રણેને ધર્મ કહે છે.'
ધર્મની, આત્મસાધનાની ઉપરોક્ત વ્યાખ્યામાં માત્ર આચરણને જ નહિ, પરંતુ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રની નિર્મળ પરિણતીને ધર્મ કહેવામાં આવ્યો છે. જ્યારે આજના શ્રાવક યા તો શ્રાવકધર્મથી અપરિચિત છે કે પછી બાહ્ય ક્રિયાકાંડમાં જ રાચતા રહે છે. સમ્યગ્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યગ્ ચારિત્રના સાધનરૂપે તપ, જિનેશ્વર પરમાત્માની ભક્તિ, સામાયિક, પ્રતિક્રમણ, શાસ્રશ્રવણ, યથાશક્તિ વ્રતનિયમોનું પાલન આદિ ધર્મઅનુષ્ઠાનો છે જેને આપણે ક્રિયાકાંડ કહી શકીએ. આ ધર્મઅનુષ્ઠાનો આદરપૂર્વક, વિધિપૂર્વક અને વિવેકપૂર્વક સતત અનુસરવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ થઈ શકે. સાધકની આત્મસાધનામાં વિવેકપૂર્ણ
૫
For Personal & Private Use Only
www.jainelibrary.org