Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
DOCSC જ્ઞાનધારા ભારતની બહાર પણ ચાલે છે. અંદાજિત 3,500 Trained Teachers છે અને લગભગ 75,000 બાળકો શિક્ષણ મેળવી ચૂક્યાં છે અને જોડાયેલાં છે. આવી આ પાઠશાળા જૈન સમાજે એક રોલ મોડેલ તરીકે અપનાવવી જોઈએ. વિવિધ સ્તરે નિર્માણ થવું જોઈએ. જેના દ્વારા આપણને એક સાંત્વન રહે કે આપણું બાળક જૈન ધર્મના વારસાને તથા સંસ્કારને આગળ સંભાળી શકશે. તેમનું પોતાનું તો ભવિષ્ય સુરક્ષિત બની જ જાય, પણ સાથે સાથે એક તંદુરસ્ત સમાજની રચના પણ થઈ શકે.
આવા સંતોની પ્રેરણાથી જ જૈન સમાજ અત્યારે ટકેલો છે. આજની વિપરીત પરિસ્થિતિઓમાં પણ સંતોની પ્રેરણા આપણા પર કરેલો અનન્ય ઉપકાર છે. તો હું આપ સૌને વિનંતી કરું છું કે સમાજના, સંઘના હોદ્દેદારો આ બધા પર વિચાર કરી આવા પ્રેરણાત્મક કાર્યમાં જોડાઈ જાય.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org