Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
વર્તમાનકાળમાં બાળકો માટે જૈન શિક્ષણની આદર્શ પદ્ધતિની રૂપરેખા
મુંબઇસ્થિત દર્શનાબહેન નિમિષભાઈ દફતરી નેચરોપથી સેંટર ચલાવે છે. છેલ્લાં કેટલાંક વર્ષથી
Look N Learn પાઠશાળામાં
♦ ડૉ. દર્શના દફતરી | ટીચર્સ/ પ્રિન્સિપાલ તરીકે
સેવા આપે છે. વાલીઓ માટે પણ ધાર્મિક ક્લાસીસ
ચલાવી રહ્યાં છે.
કોઈ પણ સમાજ એના સંસ્કારો તથા
સંસ્કૃતિ પર ટકેલો હોય છે. આખી મનુષ્યજાતિની ધરોહર આ સંસ્કૃતિ જ હોય છે અને સંસ્કૃતિ જ ધર્મનું બીજું સ્વરૂપ હોય છે. સમાજમાં ઉત્પન્ન થતાં કુસંસ્કારો, દૂષણો તથા અન્યાય તે સમાજના અધ:પતનનું કારણ બનતાં હોય છે.
Jain Education International
સુખ-સુવિધાઓથી ભરપૂર એવાં જીવનમાં મૂલ્યોનું અવમૂલ્યન થઈ રહ્યું છે. આજના સમયમાં આપણે જોઈએ છીએ કે આજનું બાળક બુદ્ધિમતામાં ખૂબ જ આગળ છે, પણ નૈતિકતાની દૃષ્ટિએ પાછળ રહી જાય છે. આજનું બાળક માબાપથી નહીં, પણ ટીવીથી વધારે પ્રભાવિત હોય છે. ટીચરથી નહીં, પણ Internetના માધ્યમથી વધારે નજીક છે. મિત્રોતી નહીં, પણ facebookથી વધારે Attached છે. બાળકો વધારે ને વધારે virtual worldમાં જીવવા લાગ્યું છે. આવાં બાળકો પાસે મા-બાપ, ટીચર કે ધર્મગુરુઓ સાથે વાર્તાલાપ કરવાનો સમય નથી. તેઓ વધુમાં વધુ સમય Electronic Technology સાથે વિતાવતાં થઈ ગયાં છે. જેને કારણે જીવનમાં સારા-નરસાની ભદરેખા ભૂંસાઈ જાય છે. તેને સમજાવવાવાળું પણ કોઈ નથી. આજની આવી વરવી પરિસ્થિતિઓનો સામનો આજનો જૈન સમાજ કરી રહ્યો છે. બાળકોમાં નાનપણમાં જે ધર્મના સંસ્કારો અપાવા જોઈએ તેનું સ્થાન આજકાલના નવાનવા ક્લાસીસોએ લઈ લીધું છે, જેમ કે Grammar Class, Dance Class વગેરે... જે પાઠશાળાઓ ધર્મનું શિક્ષણ આપતી હતી તે સૂની થવા લાગી છે. પાઠશાળામાં બાળકો પણ ઓછાં થવાં લાગ્યાં છે. વાલીઓ પણ બાળકોને મોકલતા નથી. બાળકોને મન થતું નથી. આ બધાં પાછળનું જ્યારે કારણ સમજવામાં આવે તો ફક્ત એક વસ્તુ સમજાય છે કે આજે જે ધાર્મિક
૫૮
For Personal & Private Use Only
www.jainelibrary.org