Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
XXXC şi-jEIZI XOXO
આરાધ્યાબામ મહાસતીજીએ ઓગસ્ટ, ૨૦૧૨માં સંથારાના પચ્ચકખાણ લીધાં હતાં. ઘાટકોપરના પારસધામમાં તેઓ સ્થિત હતાં. ચેન્નાઈમાં ચાતુર્માસ માટે બિરાજેલ પૂજ્ય નમ્રમુનિ મહારાજસાહેબ સંથારા દરમિયાન દરરોજ એક કલાક સુધી વીડિયો અને ફોનના ઉપયોગ કરીને એમને પ્રવચન સંભળાવતા હતા, પરિણામે આરાધ્યાબાઈ મહાસતીજીની ભાવદશા ઘણી ઉચ્ચ કોટિની થઈ ગઈ હતી.
શું ઈલેક્ટ્રિસિટીના આ હકારાત્મક ઉપયોગનો આપણે વિરોધ કરશું?
મારી દષ્ટિએ ધર્મના નામે ઇલેક્ટ્રિસિટીના વપરાશનો વિરોધ બંધ કરવો જોઈએ.
એકાશન વખતે પાટલ પર બ્રશ કરવું એકાશન એટલે એક + અશન. અશન એટલે રાંધેલો ખોરાક. એકાશન એટલે દિવસમાં એક વખત રાંધેલો ખોરાક લેવો. એકાશન પાછળ ભાવના એ છે કે એક વખત રાંધેલો ખોરાક અને એ પણ અલ્પ પ્રમાણમાં લેવાથી શરીરમાં સુસ્તી આવતી નથી. પરિણામે આત્મસાધનામાં કે સ્વાધ્યાયમાં સહેલાઈથી બેસી શકાય છે. આપણે એકાશન શબ્દનું અર્થઘટન કર્યું છે - એક + આસન એટલે કે એક આશન પર બેસીને ખાવું. મૂળ વાતમાં અશને શબ્દ છે, આસન શબ્દ છે જ નહીં. એકાશન શબ્દમાં ‘શ છે (મીંડાવાળો શો. આપણે “સ' (સગડીનો સ) લખી એકાશનને એકાસન, એકાસણું આદિ બનાવી દીધું છે. અત્યારની આપણી પરંપરામાં એક પાટલા ઉપર બેસી બ્રશ કરે કે મુખશુદ્ધિ કરે અને પછી લગભગ એકાદ કલાક સુધી અતિપ્રમાણમાં ભોજન કરે. એકાશન વ્રત પાછળની મૂળ ભાવના કે અલ્પ પ્રમાણમાં એક વખત રાંધેલો ખોરાક ખાઈ બાકીનો સમય આત્મસાધના કે સ્વાધ્યાયમાં વિતાવવાની વાત વિસરાઈ ગઈ છે. પાટલા પર બેસી બ્રશ કરી પછી એ જ પાટલા પર બેસી ભોજન કરતી એકાશન વ્રતધારી વ્યક્તિને જોઈને અન્ય ધર્મીઓને કે વિચારકોને થાય છે કે આ પ્રકારનો અરૂચિકર વ્યવહાર ધર્મના નામ કેવી રીતે થઈ શકે?
આપણે દેશકાળ અનુસાર વિવેકપૂર્ણ રીતે પરિવર્તનોને સ્વીકારશું તો તે કલ્યાણનું કારણ બનશે.
જ પ૭ ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org