Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
TO C જ્ઞાનધારા OTO ચિત્રને રજૂ કરતી અનેક વાતો મા-બાપને અને સમાજને હચમચાવી જાય છે. બાળકો પોતાની આસપાસના બનાવોમાંથી તેમ જ ટીવમાંથી શીખીને ખરાબ રસ્તે જતાં હોય છે. ભૌતિક વસ્તુઓની કિંમત કરતાં આંતરિક ગુણોની કિંમત અનેક ગણી વધુ હોય છે એવું બાળકોને સમજાવવાની જરૂર છે. આંતરિક ગુણોનો અભાવ ભૌતિક સાહ્યબીમાં પણ આનંદ, સુખ કે સંતોષની અનુભૂતિ કરાવી શકતો નથી. કોઈને પણ દોષ આપ્યા ઉગર બાળકમાં ચારિત્ર્યનું ઘડતર થાય એવી શિક્ષણ પદ્ધતિ અપનાવવાની જરૂર ઊભી થઈ છે. - કોઈ પણ ધાર્મિક શિક્ષણ તો સૌપ્રથમ બાળકોની માનસિકતાને ધ્યાનમાં રાખીને બનાવવાની જરૂરત છે. બાળકોમાં રહેલી Intelligenceને આપણી નવી દષ્ટિથી જોવાની જરૂર છે તેમ જ તેમને નવી દષ્ટિ આપવાની જરૂર છે. બાળકોમાં ગજબની જિજ્ઞાસા રહેલી હોય છે, પણ તેમને ધર્મ માટે, પરમાત્મા માટે જિજ્ઞાસા જાગે એવા પ્રયત્નો થવા જોઈએ. એવું વાતાવરણ ઊભું કરવામાં આવે કે તેને પૂ મહાવીરને સમજવાનું કુતૂહલ થાય. જિજ્ઞાસા જ જ્ઞાનનો માર્ગ ખુલ્લો કરે છે. ગૌતમ ગણધરની જિજ્ઞાસાને કારણે જ આપણને ભગવતી સૂત્રની પ્રાપ્તિ થઈ છે. જિજ્ઞાસાવૃત્તિને બાળકમાં પેદા કરવી એ જ સાચા ટીચર તથા ગુરુની ઓળખાણ છે. બાળકોમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિને સંતોષવાનું કામ પણ ટીચરનું જ છે. ધાર્મિક ક્ષેત્રે ઘણી વાર જોવાયું છે કે ઘણા શિક્ષકો બાળકોના કુતૂહલભર્યા સવાલોના જવાબો આપી શકતા નથી. એટલે ધર્મજ્ઞાન માટેના શિક્ષકો પણ બરાબર Trained થયેલા જ હોવા જોઈએ.
નવી ધાર્મિક શિક્ષણ પદ્ધતિ કેવી હોવી જોઈએ ? : સૌપ્રથમ તો બાળકોને અનુરૂપ વાતાવરણ ઊભું કરવું જોઈએ. ઉપાશ્રયોમાં લાઈટ-પંખાના અભાવને કારણે બાળક વધારે સમય સ્થિરતાથી બેસી શકતું નથી. માટે ભણાવવાની જગ્યા Proper લાઈટ-પંખાવાળી હોય અને બાળકને Comfortable લાગે એવી હોવી જોઈએ જેથી બાળક ૧થી ૨ કલાક ખૂબ જ ધ્યાનથી બેસી શકે. ધાર્મિક શિક્ષણ પદ્ધતિ બાળકોની માનસિક અવસ્થાને અનુરૂપ જ હોવી જોઈએ. એટલે કે દરેક ઉમરનાં બાળકોમાં અલગઅલગ કલાસરૂમની વ્યવસ્થા હોવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org