Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
દેશકાળ અનુસાર વિવેપૂર્ણ પરિવર્તન અંગે વિશ્લેષણ
જૈન ધર્મના અભ્યાસુ સુરેશભાઈ ગાલાના ‘અનહદની બારી’,
♦ સુરેશ ગાલા | ‘અસીમને આંગણે’ અને ‘મરમનો મલક’ એ ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે. જૈન
ધર્મ પર દેશ-વિદેશમાં
પ્રવચનો આપે છે
શું જૈન ધર્મ જીવનવિરોધી છે ? આ શીર્ષક વાંચી તમે ચોંકી ગયા હશો ? આ વિષય પસંદ કરવા પાછળની ભૂમિકાની પહેલાં સ્પષ્ટતા કરું છું.
તા. ૨૧-૦૮-૨૦૦૭ના ‘મુંબઈ સમાચાર’માં એક સમાચાર આવ્યા હતા કે અમદાવાદમાં તા. ૨૦-૭-૨૦૦૭ના એક તિથિને માનવાવાળા અને બે તિથિને માનવાવાળા શ્રોતાંબર મૂર્તિપૂજક તપાગચ્છના જૈન શ્રાવકો વચ્ચે મારામારી થઈ અને પોલીસ બોલાવવી પડી. આ સમાચાર વાંચી મનમાં વિચાર આવ્યો હતો કે અહિંસા જેના કેન્દ્રમાં છે, કીડી પણ ભૂલેચૂકે પગ નીચે કચડાઈ ન જાય એનો ખ્યાલ રાખે છે એવા જૈન ધર્મના એક જ સંપ્રદાય અને એક જ ગચ્છના શ્રાવકો તિથિના પ્રશ્ને મારામારી પર ઊતરી જાય એ વાત સમજમાં આવતી નથી. આજના આ વિષયની પશ્ચાદ્ભૂમિકામાં આ પ્રસંગ છે.
ઈ.સ. ૨૦૧૨માં જૈન ધર્મના શ્રાવકોએ બે અલગ અલગ પર્યુષણ પર્વની ઉજવણી કરી હતી. બે ઉજવણી વચ્ચે એક મહિનાનો તફાવત હતો. આ ઉજવણી ઑગસ્ટ, ૨૦૧૨ અને સપ્ટેમ્બર, ૨૦૧૨માં થઈ હતી. જુલાઈ ૨૦૧૨માં એક વિદ્વાન અજૈન મિત્રએ મને મજાકમાં પ્રશ્ન કર્યો કે, “સુરેશભાઈ, તમે આ વર્ષે કયું પર્યુષણ કરવાના છો ? પહેલું કે બીજું ?’’ એ મિત્રે પછી કહ્યું, “અનેકાંતવાદ જેનો પાયો છે એવા તમારા જૈન ધર્મના અનુયાયીઓ, જે ડાહી કોમ તરીકે ઓળખાય છે, આટલી નાની બાબતમાં પણ કેમ એકમત નથી થઈ શકતી ?’’
મારું મનોમંથન શરૂ થઈ ગયું, મેં મનોમન જવાબ આપ્યો.
કોઈ છે પહેલામાં તો કોઈ છે બીજામાં, આપણે આમ તો બધામાં ને આમ ન કશામાં. અક્ષર અને આંકડાથી ने પર છે, આપણે
તો
બસ
માત્ર
એનામાં.
Jain Education International
૪૪
For Personal & Private Use Only
www.jainelibrary.org