Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
C જ્ઞાનધારા
મન ઐસો નિર્મલ ભયો, જૈસે ગંગા નીર તાકે પીછે હરિ ફિરે, કહતે દાસ કબીર.
ચિત્તશુદ્ધિ એ સૂક્ષ્મશુદ્ધિ છે. જો આપણે સૂક્ષ્મશુદ્ધિને સ્વીકારીએ તો સ્થૂળશુદ્ધિ એટલે કે સ્નાન અને મુખશુદ્ધિનો ધર્મને નામે અસ્વીકાર શા માટે કરીએ છીએ ?
મને એક યુવાન વ્યક્તિએ પ્રશ્ન કરેલો કે ‘“અંકલ, પર્યુષણ દરમિયાન મુખશુદ્ધિ ન કરવાને કારણે અપસરામાં ઘણાનાં મોંઢામાંથી વાસ આવે છે. હું આ વાસ સહન નથી કરી શકતો. શું આ ધર્મને નામે યોગ્ય છે ? ઉપવાસ દરમિયાન શરીરના જે દ્વારમાંથી આહાર લઈએ છીએ તે દ્વારની એટલે કે મુખની શુદ્ધિ કરતા નથી, પરંતુ ઉપવાસ દરમિયાન મળવિસર્જન કરવું પડે તો ગુદાદ્વારને પાણીથી શુદ્ધ કરીએ છીએ. ઉપવાસ દરમિયાન શરીરના ઊર્ધ્વદ્વારને પાણીથી શુદ્ધ ન કરવું અને શરીરના અધ:દ્વારને પાણીથી શુદ્ધ કરી શકીએ એમાં લૉજિક ક્યાં છે ? અંકલ, તમે સમજાવો શું આ યોગ્ય છે ?’” (એક જૈન ડેન્સ્ટિ મિત્રે મને કહેલું કે આપણા સાધુઓ દાંતની ટ્રીટમેન્ટ માટે મારી પાસે આવે છે ત્યારે એમના દાંતની સ્થિતિ જોઈને થાય છે કે ધર્મના નામે આ શું થઈ રહ્યું છે ?)
એક બાજુ આપણે ત્યાં કહેવાય છે કે, દેવાઃ સુગંધ પ્રિયાઃ (દેવોને સુગંધ પ્રિય છે અને જ્યાં સુગંધ હોય ત્યાં દેવો પણ આકર્ષાય છે. માટે જ દેરાસરમાં ધૂપ દ્વારા વાતાવરણને સુગંધિત રખાય છે) અને બીજી બાજુ ધર્મને નામે આપણે દુર્ગંધને પોષવાનું કામ કરી રહ્યા છીએ ! કેવો વિરોધાભાસ છે.
સ્નાન ન કરવું અને બ્રશ ન કરવું આ નિયમની પાછળ હાર્દ આપણે સમજીએ છીએ. જે ખરેખર આત્મસાધક છે અને સાધનામાં ઘણા ઊંડા ઊતર્યા છે એવા સાધકો ધારો કે શનિવારે સાંજે છ વાગે સાધનામાં બેસી ગયા હોય અને સાધના દરમિયાન દેહભાન ભૂલાઈ જાય પરિણામે કાઉસગ્ગની અવસ્થા ઘટિત થાય અને રવિવારે રાત્રે દેહભાન આવે ત્યારે સાધક સાધનામાંથી ઊભો થાય તો રવિવારે એણે ખાધું હતું ? સ્નાન કર્યું હતું ? મુખશુદ્ધિ કરી હતી ? જવાબ છે ના. આ ખરો ઉપવાસ છે. તમને પ્રશ્ન થશે કે શું આ શક્ય છે ? મારો જવાબ છે - હા, હું કોલકાતાના એક સાધકને ઓળખું છું જે ઘણી વાર શનિવારે સાંજે સાધનામાં બેસી
૫૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org