Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
STOCC જ્ઞાનધારા O૭૦ in ચાર-પાંચ વર્ષ પહેલાંની વાત છે. પર્યુષણ પર્વ દરમિયાન અમુક શ્રાવકોએ આઠ દિવસનું પૌષધ વ્રત રાખ્યું હતું. (આઠ દિવસ શ્રાવકો ઉપાશ્રયમાં જ રહે અને સાધુ જેવું જીવન આઠ દિવસ દરમિયાન ગાળે). ઉપાશ્રયમાં ખુલ્લી જગ્યાનો અભાવ હતો. ઉપાશ્રય એક ફ્લેટમાં હતો. ઉપાશ્રયના (ફ્લેટ) મકાનની અગાશીમાં રેતી પાથરવામાં આવી હતી. પૌષધ વ્રતવાળા શ્રાવકો અગાશીની રેતી પર મળવિસર્જન કરતા હતા. અમુક વ્યકિતઓ કે જે ગટરસફાઈ સાથે સંકળાયેલા હતા તેઓ અગાશી પરથી મળ લઈ ક્યાંક ફેંકી આવતા હતા. એ વ્યક્તિઓને આ કામ માટે પૈસા આપવામાં આવતા હતા. શું માનવતાના ધોરણે આ યોગ્ય છે ? પૌષધ શબ્દનો અર્થ થાય છે કે જે ક્રિયાઓ દ્વારા આત્માના ગુણો જેવા કે આનંદ, પ્રેમ, શક્તિ, કરુણા આદિનું પોષણ થાય એવી ક્રિયાને પૌષધક્રિયા કહે છે. શું મળવિસર્જન ખુલ્લામાં કરવાથી આત્માના ગુણોનું પોષણ થશે ? કષાયો ઓછા થશે? જો જવાબ “નામાં હોય તો આપણે હિંમત દાખવી આવા સ્વચ્છતાવિરોધી, વિજ્ઞાનવિરોધી, માનવતાવિરોધી નિયમને દૂર કરવો જોઈએ. જેને આવા નિયમો પાળવા હોય એ ભલે જંગલમાં રહે. એણે શહેરમાં આવવું જોઈએ નહીં. આવા નિયમો જંગલમાં પળાય, શહેરમાં નહીં..
લગભગ સો વર્ષ પહેલાં સુરતથી દક્ષિણના પ્રદેશમાં વિચરવાનો સાધુઓ માટે નિષેધ હતો. મુંબઈમાં આવવાનો નિષેધ હતો. એ જમાનામાં એમ કહેવાતું –
જે ઓળંગે તાપી, એ કહેવાય પાપી. શું આ નિયમનું પાલન આજે શક્ય છે ?
સ્નાન કરવું નહીં, બ્રશ (મુખશુદ્ધિ) કરવી નહીં ધર્મ એટલે આત્મસાધનાનો માર્ગ, ચિત્તને કષાયોથી મુક્ત કરવું, નિર્મળ કરવું એનું નામ ધર્મ. યોગસાર ગ્રંથમાં કહ્યું છે:
ન આંચલો ન મુખવાં, ન રાઠા ન ચતુર્દશી ન શ્રદ્ધા આદિ પ્રતિષ્ઠા વા, તવં કિંતુ અમલ મનઃ અંચલ (જેની ઉપરથી અચલગચ્છ શબ્દ આવ્યો છે, અચલગચ્છ શબ્દ તો પાછળથી આવ્યો છે) મુંહપતી, પૂનમ ચૌદશ કે શ્રાવકોએ શ્રદ્ધાથી પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમા એ તત્ત્વ નથી. તત્ત્વ તો નિર્મલ મન છે. કબીરસાહેબ પણ કહે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org