Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCLC જ્ઞાનધારા 100 જાય છે અને રવિવારે રાત્રે સાધનામાંથી ઊભા થાય છે. એ સાધક મને કહેતા હતા કે મારે હજી સાધના વધારવી છે. ધીરેધીરે આઠ દિવસ સુધી પહોંચવું છે આનો અર્થ એ થયો કે જે સાધક આવી સાધના કરે છે એ સાધક સાધનાના દિવસે સ્નાન કરતા નથી કે મુખશુદ્ધિ નથી કરતો તો એ યોગ્ય છે. જેની આવી સ્થિતિ નથી એમણે તો સ્નાન અને મુખશુદ્ધિ કરવા જ જોઈએ. આપણે નિયમનું હાર્દ સમજ્યા નથી, પરિણામે માત્ર બાહ્ય આચરણને જ ધર્મક્રિયા માની બેઠા છીએ.
જૈન પરંપરામાં છઠ્ઠ અને અઠ્ઠમનું તપ શબ્દ વપરાય છે. છઠ્ઠ એટલે બે દિવસના ઉપવાસ અને અઠ્ઠમ એટલે ત્રણ દિવસના ઉપવાસ. આ શબ્દોનો મેળ કેવી રીતે બેસે એ આપણે વિચાર્યું છે? આપણે ત્યાં પણ શબ્દ વપરાય છે કે
છઠ્ઠને પારણે અને અમને પારણે, અને અતરવાયણા”. અત્યારની માન્યતા મુજબ અતરવાયણા એટલે ઉપવાસ કરવાના આગલા દિવસે સાંજે બરાબર જમી લેવું. વાસ્તવિક રીતે છ8ને પારણે” એટલે કે બે દિવસના ઉપવાસના ચાર ટંક, આગલા દિવસના સાંજના ઉપવાસનો એક ટંક એમ કુલ પાંચ ટંક ખાવાનું નહીં. ત્રીજે દિવસે સવારે એટલે છઠે ટકે પારણું કરવું એટલે છઠ્ઠને પારણે’ શબ્દ વપરાય છે. એ જ રીતે “અઠ્ઠમને પરણે” એટલે કે ત્રણ દિવસના ઉપવાસના ૬ ટંક અને આગલા દિવસના સાંજના ઉપવાસનો એક ટંક એમ કુલ ૭ ટંક ખાવાનું નહીં અને ચોથે દિવસે સવારે અઠ્ઠમ ટકે પારણું કરવું.
બે દિવસ કે ત્રણ દિવસ દેહભાન ભૂલી આત્મભાવની સ્થિતિમાં રહેવાને કારણે નિરાહાર, અસ્નાન અને અદંતધૌવન રહે, એ ખરું છ8નું કે અઠ્ઠમનું તપ છે. આવા તપથી ચિત્તશુદ્ધિ થાય છે. શ્રીમદ રાજચંદ્ર “અપૂર્વ અવસરમાં એટલે જ અસ્નાન અને અદંતધૌવનનો ઉલ્લેખ કર્યો છે. અસ્નાન અને અદંતધૌવન એ બાહ્યક્રિયા છે. એનું મહત્ત્વ નથી. આત્મભાવના સ્થિર થવાને કારણે એ ક્રિયા ઘટિત થાય છે એટલે આપણે સમજી લેવું જોઈએ.
- વાહનનો ઉપયોગ કરવો નહીં . આજથી સો વર્ષ પહેલાં યાંત્રિક વાહનોની શોધ થઈ ન હતી ત્યારે પશુચાલિત વાહનમાં બેસવા કરતાં પાદવિહાર કરવો સાધુઓ માટે ઇષ્ટ હતો. આજના જમાનામાં શું સ્થિતિ છે ? મુંબઈમાં ઘાટકોપરથી અંધેરી વિહાર કરવો હોય તો
I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org