Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
છSC જ્ઞાનધારા 100 જીવનવિરોધી ન હોય. આવા જૈન ધર્મમાં કાળક્રમે કેટલીક એવી વાતો અને એવા નિયમોરૂપી અશુદ્ધિઓ ભળી ગઈ, પરિણામે જૈન ધર્મ જીવનવિરોધી લાગવા માંડ્યો. આવી બિનજરૂરી, જીવનવિરોધી વાતો અને નિયમો પ્રત્યે અંગુલિનિર્દેશ કરી એ બિનજરૂરી અને જીવનવિરોધી વાતો ભગવાન મહાવીરની વાણી નથી એવું દર્શાવી એવી વાતોને દૂર કરવાનું કામ, એકવાગાર્ડનું કામ અનેકાંતવાદી અને આત્મજ્ઞાની એવા મહાન આચાર્યો જેવા કે સિદ્ધસેન દિવાકર, ઉમાસ્વામીજી, હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યશોવિજયજી, શ્રીમદ્ રાજચંદ્ર વગેરેએ કર્યું. આ આચાર્યોએ ભગવાન મહાવીરની મૂળ વાણી જેને આપણે જૈન ધર્મ કહીએ છીએ એમાં પાછળથી ભળેલી બિનજરૂરી અને જીવનવિરોધી વાતોને દૂર કરી આપણી સમક્ષ મૂળ જૈન ધર્મ મૂકવાનો પ્રયાસ કર્યો.
સોનગઢસ્થિત મહાવીર ચારિત્ર રત્નાશ્રમના સ્થાપક મુનિશ્રી ચરિત્રવિજયજી મહારાજસાહેબે આજથી ૮૦ વર્ષ પહેલાં એટલે કે ૧૯૩૨માં વ્યાખ્યાનો આપ્યાં હતાં. આ વ્યાખ્યાનો પુસ્તકરૂપે પ્રકાશિત પણ થયાં છે. આ વ્યાખ્યાનોમાં મુનિશ્રી ચરિત્રવિજયજી મહારાજસાહેબ જૈન સાધુઓને ઉદ્દેશીને કહે છે : (૧) હે જૈન સાધુઓ, બીજા ધર્મનાં તત્ત્વો જાહેર ઉપદેશને લીધે વિસ્તરે છે. જૈન
ધર્મનાં ઉચ્ચ તત્ત્વો જાહેર ઉપદેશની ખામીને લીધે ઉપાશ્રયની બહાર ભાગ્યે જ જાય છે. માટે તે સાધુઓ, તમારી વ્યાખ્યાનપદ્ધતિમાં ફેરફાર કરો. જાહેરમાં વ્યાખ્યાન કેવી રીતે આપવાં એ શીખો. એની પ્રેક્ટિસ કરો. બીજા ધર્મના
સાધુઓ કેવી રીતે વ્યાખ્યાન આપે છે એ જુઓ અને શીખો. (૨) તમારી જડવાદી પદ્ધતિને કારણે હજારો જૈનોએ સ્વામીનારાયણ સંપ્રદાય
સ્વીકારી લીધો છે. તમે ચેતો. તમારું થોડું પણ માન છે એ તમારા પૂર્વજોના
પરાક્રમથી છે. . (૩) પ્રથમ શ્રાવકોદ્ધાર કરો, પછી જ્ઞાનોદ્ધાર કરો અને પછી દેરાસરોનો જીર્ણોદ્ધાર.
કરો.
(૪) તમે એમ કહો છો કે પાણી ઢોળવાથી પાપ થાય છે. અજાયબી તો મને
એ વાતની લાગે છે કે ગુસ્સો કરવો, ખોટું બોલવું, દંભ કરવો એમાં પાપ નહીં ને પાણી ઢોળવામાં પાપ ? આવા મૂર્ખાઈભરેલા વિચારથી તમે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org