Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
C જ્ઞાનધારા
મહિનાઓ સુધી નહાતા નથી અને ધર્મનું બહાનું બતાવો છો એ ઘણું ખોટું છે. બાહ્યશુદ્ધિ રાખવી જ જોઈએ. શરીરનાં નવેનવ દ્વારમાંથી હંમેશાં અપવિત્ર પદાર્થો નીકળ્યા જ કરે છે. તે મલિનતા જો સ્નાન ન કરવામાં આવે તો શરીર સાથે સ્પર્શીને રહે છે. તેની અસર મન પર થાય છે. કેટલાક લોકો નહાવાથી પાપ થાય એમાં ધર્મનું કારણ બતાવે.છે. આવા લોકોને અને તેના ધર્મને અન્ય લોકો મલિન અને ગંદા એવા ઉપનામથી બોલાવે છે એની એમને ખબર છે ? સ્નાન કરીને મલિનતા દૂર કરવાનું જરૂરી છે. જ્યાં સુધી શરીર તરફ્નો અહંભાવ દૂર થયો નથી (એટલે કે સાતમે ગુણસ્થાને જ્યાં
સુધી પહોંચાયું નથી) ત્યાં સુધી મહાત્માને પણ બાહ્યશુદ્ધિની જરૂર છે. (૫) તે સમયના દેશકાળ અનુસાર જે બોધ અપાયો એ બોધને આજે દેશકાળમાં ફેરફાર થયા પછી પણ અનુસરવો એ મોટી ઠોકર ખાવા જેવી વસ્તુ છે. પ્રખ્યાત દિગંબર જૈન મુનિ તરુણસાગર મહારાજે તા. ૨૦-૮-૨૦૧૨ના ચિત્રલેખા મૅગેઝિને લીધેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ‘“ભગવાન મહાવીરસ્વામીનો અતિઉચ્ચ કોટિનો માલ છે, પરંતુ એનું પૅકિંગ સાવ સામાન્ય છે. મેં પૅકિંગ સુધારણાનું કામ કર્યું છે. એટલે કે નિયમોમાં પરિવર્તન કર્યું છે. હું માઈક, પંખાનો ઉપયોગ કરું છું. ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરું છું. હું જીવનભર વિચરણ કરું તોપણ મારા વિચારવાણી જેટલા લોકોને પહોંચાડી શકું એના કરતાં અનેક ગણા લોકોને મારી વિચારવાણી મીડિયાના હકારાત્મક ઉપયોગને કારણે કલાકોમાં પહોંચાડી શક્યો છું.
લગભગ ઈ.સ. ૧૯૮૭-’૮૮માં બંધુત્રિપુટી મહારાજસાહેબ પહેલવહેલી વાર વિદેશના પ્રવાસે ગયા ત્યારે જૈન સમાજમાં ઘણો ઊહાપોહ થયો હતો. અમુક લોકોએ અભિપ્રાય આપ્યો કે મહારાજસાહેબે ક્રાંતિ કરી છે. દંતાલીસ્થિત સ્વામી સચ્ચિદાનંદજીએ ત્યારે એક લેખ લખ્યો હતો. એ લેખમાં એમણે ઉલ્લેખ કર્યો હતો કે જૈન મુનિ બંધુત્રિપુટીએ ક્રાંતિ કરી છે, એવું મને જાણવા મળ્યું. એટલે મેં પૂછ્યું કે “એમણે શું ક્રાંતિ કરી છે ?'' મને જાણવા મળ્યું કે તેઓ સ્નાન કરે છે, જાજરૂનો ઉપયોગ કરે છે, બ્રશ કરે છે, ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરે છે, વાહનનો ઉપયોગ કરે છે, માઈક વાપરે છે અને ફોનનો ઉપયોગ કરે છે. જૈન સાધુઓ માટે આ બધી વસ્તુઓ નિષિદ્ધ છે. આ વસ્તુઓનો એમણે ઉપયોગ કર્યો છે એટલે એમણે
૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org