Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
C જ્ઞાનધારા
૭. જૈનોના દરેક સંપ્રદાયોમાં દીક્ષાર્થી ઉમેદવાર-મુમુક્ષુઓને પરીક્ષાપૂર્વક દીક્ષા આપવામાં આવે. દીક્ષા પહેલાં ઓછામાં ઓછાં બે વર્ષ સુધી ગુરુભગવંતો સાથે રહી એ આચાર પાળવાનો મહાવરો રાખવાથી પણ ચારિત્ર પાળવામાં કદી પણ કઠિનાઈ મહસૂસ થતી નથી.
૮. દેશ, કાળ અનુસારે જૈન ધર્મમાં પરસ્પર પ્રવર્તતી માન્યતાઓથી વિશુદ્ધિનો ઉપદેશ ન આપવો. જૈન સંઘની પ્રગતિ થાય એવો જ ઉપદેશ શ્રાવકોને
ન
આપવો ઘટે.
૯. જ્યારે કોઈ અન્ય સંઘાડાના જ્ઞાની-ભગવંતોને રોગોપચાર કે અધ્યયન હેતુ સહાય જોઈએ તો અવશ્ય કરવી. અન્ય સંપ્રદાયો ચારિત્રધારીઓમાં પણ શિથિલાચાર જણાય તો એમને સુધારવા તથા એમના ગચ્છાધિપતિઓને એની જાણ કરવી.
૧૦. કોઈ પણ ગચ્છના ગુરુ-ભગવંતોની અવહેલના અન્ય ગચ્છીય શ્રાવક કે મનુષ્ય કરે નહીં તે જોવું. એનાથી જૈન શાસનમાં એકતા જળવાશે.
૧૧. શિથિલાચારના નામે કદિ પણ ચતુર્વિધ સંઘનાં અંગોના, જ્ઞાનોપાર્જનમાં બાધા નાખવી નહિ. હરિભદ્રસૂરિએ એક સાધ્વીને પોતાના ગુરુ માન્યાં હતાં. તેઓ પોતાને ‘યાકિની મહત્તરાસૂન' તરીકે ઓળખાવતાં હતાં.
૧૨. સંત-સતીજીઓની પ્રગતિમાં બાધક તો નહિ બનવું, પરંતુ તેઓને રૂઢિઓના ગુલામ પણ ન બનાવવા. આનાથી શિથિલાચાર અટકશે. ગુરુજનોની આત્મિક ઉન્નતિ થાય એવા સદ્વિચારોનો ફેલાવો કરવો. તેમના ગુરુજનો પાસેથી શ્રમણ સંઘની શક્તિ ખીલે તેવા જ ઉપદેશો આપવા.
૧૩. શ્રી સંઘમાં શૈથિલ્યપણું રોકવા માટે ધાર્મિક કેળવણી, અધ્યયન વગેરે કાર્ય અવિરતપણે ચાલુ જ રહેવાં જોઈએ.
ભારતમાં સર્વત્ર જૈન મહાસંઘે રચનાત્મક પ્રવૃત્તિનાં કાર્યો કરવાં. ધર્મની પ્રગતિ થાય એવી યોજનાઓ અમલમાં મૂકવી. શિથિલાચારને દૂર કરવા સાથે મળીને પગલાં લેવાં, જેથી ધર્મની ઉન્નતિ પણ થશે. જૈન ગૃહસ્થોએ જ્ઞાની આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓના સંપર્કમાં રહેવું, તો સમાજમાં ઐક્ય રહેશે અને સંઘમાંથી આચારની મહત્તા ઘટીને નહિવત્ રહેશે.
Jain Education International
૪૦
For Personal & Private Use Only
www.jainelibrary.org