Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
TOPSC C જ્ઞાનધારા 30 030
ચતુર્વિધ સંઘની રક્ષા હેતુ સેવાધર્મની મહત્તા સમજવી. સ્વશક્તિ અનુસાર સંઘની પ્રગતિમાં આત્મભોગ આપવો. શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સ્થૂલીભદ્ર બહેનો આગળ કરેલ જ્ઞાનના પ્રદર્શન બદલ તેમને પર્વનું સંપૂર્ણ જ્ઞાન આપવા તૈયાર ન હતા, પરંતુ જ્યારે શ્રી સંઘે તેમને વિનંતી કરી ત્યારે તેમણે સંઘની આજ્ઞા શિરોધાર્ય કરી, સ્થૂલભદ્રજીને વાચના આપી.
જૈન ધર્મના પ્રવર્તકો વર્તમાન સમયમાં મહાસંઘની પ્રગતિ માટે જે કંઈ આજ્ઞાઓ આપે તેને બહુમાનપૂર્વક સ્વીકારવી. સંઘનું રક્ષણ કરવું તથા તેની સદ્ભવૃત્તિમાં સહાયક બનવું. જ્યારે ગુરુજનો આગમોમાં દર્શાવેલ વ્યવસ્થા મુજબ વિહાર વગેરેની પ્રવૃત્તિ કરે છે ત્યારે એનો લાભ સંપૂર્ણ સમાજને મળે છે અને શિથિલાચાર નહિવત્ રહે છે. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ ખોટું ઉચ્ચારણ થયું હોય તો હું મન, વચન, કાયાના ત્રિકરણ યોગે ક્ષમા યાચું છું. મિચ્છા મિ દુકડમ!
શ્રી શ્રમસિંઘર્થ શાંતિર્મવત છે. | | શ્રી ચતુર્વિથ મહાસંપર્શ શાંતિર્મવતુ . સંદર્ભસૂચિ :
શ્રી સંઘ પ્રગતિ મહામંત્ર : યોગિનિષ્ઠ આ. બુદ્ધિસાગરજી કામ વિજેતા સ્થૂલિભદ્ર : ડૉ. કુમારપાળ દેસાઈ શ્રી સિદ્ધસેન દિવાકર : ડૉ. રેણુકા પોરવાલ શ્રી તત્ત્વાર્થ સૂત્ર : શ્રી ઉમાસ્વાતિજી
-
૪૧ ભs
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org