Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
C જ્ઞાનધારા
જૈન સાધુને એકલા ચાતુર્માસ કરવાની ગુરુ તરફથી પરવાનગી જ ન મળે. અહીં એક સવાલ ઊઠે છે કે જ્યારે બે સાધુનો સંઘાડો હોય ત્યારે એક જો ભાગી જાય અથવા કાળધર્મ પામે ત્યારે બાકી રહેલ સાધુ એકલવિહારી બને છે. આવા સંજોગોમાં તેના જ ગચ્છના અન્ય સંઘાડામાં તેમને શ્રી સંઘની આજ્ઞાથી દાખલ કરવા જ રહ્યા જેથી શાસનની મર્યાદા જળવાઈ રહે. જ્યારે કોઈ એકલા વિહાર કરતા મહાત્મા નજરે પડે તો તેમના ગચ્છાચાર્યને તેની સૂચના ચોક્કસ મોકલવી. જરૂર પડે તો ગચ્છના સમર્થ આચાર્યોએ આવી બાબતોની વ્યવસ્થાનાં બંધારણો દઢ કરવાં.
૪. ઘણી વાર કારણ વિના ફક્ત અહંવૃત્તિથી પણ સ્વચ્છંદ આચરણ થાય છે. ગુરુએ આવા અણગારોને રોકવા તથા જરૂર પડે તો શ્રી સંઘને સૂચિત કરવાનું ચૂકવું નહિ.
૫. વર્તમાન સમયમાં પ્રલોભનો ઘણાં છે. આવા કપરા કાળમાં ચારિત્રમાર્ગથી
ભ્રષ્ટ થયેલ સંત-સતીજીઓને સન્માર્ગે લાવવાના સર્વ પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે અંતિમ ઉપાય તરીકે એમને સાધુવેશ ત્યજવા દબાણ કરાય છે. આ કાર્ય કરનારો શ્રાવક સંપૂર્ણપણે આગમાનુસાર શ્રાવકાચારનું પાલન કરતો હોય એવો જ હોવો જોઈએ. પ્રથમ તો દોષીને ચારિત્રમાં સ્થિર થવા માટેની ઘણી તક આપવી જોઈએ અને ત્યાર બાદ અંતિમ નિર્ણય લેવો જોઈએ.
૬. જ્યારે વિશ્વના દરેક ધર્મગુરુઓ સુવ્યવસ્થિતપણે તેમના ધર્મની પ્રગતિ માટે
અથાગ પ્રયત્નો કરતા હોય ત્યારે જૈનોએ સુવિદિતાચાર્ય ગીતાર્થ ગુરુજનોની આજ્ઞામાં રહી સાધુઓ અને સાધ્વીઓ માટે ગુરુકુળોની સ્થાપના કરવી જેથી વ્યવસ્થિતપણે સર્વધર્મદર્શનનો અભ્યાસ થાય. આના કારણે તેઓ દીર્ઘદષ્ટા
થશે. પરસ્પર ગચ્છના ભેદે થતું વૈમનસ્ય પણ દૂર થશે. આજથી ૧૦૦ વર્ષ પહેલાં કોઈ પણ ગચ્છના ગીતાર્થ ગુરુજનો પાસે પોતાના શિષ્યોને ૩થી ૫ વર્ષ સુધી અધ્યયનાર્થે આચાર્યો મોકલતા હતા. આ વિશિષ્ટ પ્રથાને કારણે જૈન સાધુઓમાં અનેક યતિઓમાં ગચ્છમત સહિષ્ણુતા જેવા ગુણો પ્રગટતા હતા. ગુરુદેવ રાજેન્દ્રસૂરિ મહારાજે દીક્ષા પછી ત્રણ વર્ષ ખરતર ગચ્છના યતિ પાસે રહીને વિદ્યાભ્યાસ કર્યો હતો.
૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org