Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
100 C જ્ઞાનધારા ૭૦
ઉપાધ્યાયજી યશોવિજયજીના જીવનમાં પણ આવી જ એક ઘટના બની હતી. તેમને ન્યાયના વિષયમાં વાદ-વિવાદમાં કોઈ જીતી શકતું નહોતું. એક દિશામાંના પંડિતો સાથે વિવાદ બાકી હતો. તેઓ તેમના સ્થાપનાચાર્યમાં પ્રતીક તરીકે ત્રણ બાજુ ધજા રાખવા લાગ્યા. ગામમાં રહેતી એક વૃદ્ધાની નજરે આ બાબત આવી. તેણે તરત જ ગુરુદેવને પૂછયું, “ગૌતમસ્વામી, એમની ઇવણીમાં કેટલી ધજા રાખતા હતા ?” ઉપાધ્યાયજીએ તરત જ પોતાની ભૂલ સુધારી સમાચાયના કરી. આમ તેમનું અભિમાન ઓસરી ગયું - ઉપરોક્ત દષ્ટાંતોથી ફલિત થાય છે કે શિથિલાચાર જેવા સંવેદનશીલ પ્રશ્નોનું નિરાકરણ શ્રાવકગણ અને જ્ઞાની ગુરુભગવંતો જરૂરથી કરી શકે છે. આ કાર્ય કરવા તેઓ અધિકારી પણ છે અને શક્તિમાન પણ છે. પ્રભુ મહાવીરે ગંગા નદી પાર કરી હતી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર બદલાતી પરિસ્થિતિમાં પ્રશ્નો પણ અલગ પ્રકારના ઉદ્ભવે છે અને એટલું જ વિશિષ્ટ એનું સમાધાન પણ રહેવાનું
શિથિલાચારનાં પ્રકારો, કારણો તથા એના નિવારણના પ્રયત્નો: ૧. કોઈક વાર શ્રમણોમાં શુદ્ધ સાધ્વાચારની ક્ષતિ દશ્યમાન થાય છે છતાં એમને
કહેવાની હિંમતનો અભાવ વર્તાય છે. આવે સમયે એમના ગુરુ જ એમને પ્રાયશ્ચિત્ત આપી શકે છે. શ્રી સંઘના નિર્ભીક ચારિત્રધારી શ્રાવકો પણ એકાંતે
વાતચીત દ્વારા આવા માર્મિક પ્રશ્નોનો નિવેડો લાવી શકે છે. ૨. જ્યારે કોઈ વૃદ્ધ રોગગ્રસ્ત ગુરુ કે ગુરુણીઓ માટે વાહનના ઉપયોગની વાત
આવે છે ત્યારે શ્રી સંઘે એમને સમજાવીને તેમની બધી સગવડો તથા તંદુરસ્તીનું
ધ્યાન રાખવું ઘટે. ૩. એકલવિહારી સાધુ જ્યારે નાનાં ગામડાં કે કસબામાં વિહાર કરે છે ત્યારે તે
જૈન સમાજનું ગૌરવ વધારી શકતો નથી. ઘણી વાર એવું બને છે કે તે ગામની ભોળી પ્રજાને ફસાવે છે અને આખરે એ કંચન-કામિનીની માયાજાળમાં ડૂબી જાય છે. અહીં તેને સમાજનો ડર નથી. તે અબૂધ લોકોને દોરા, ધાગા, જંતર-મંતર, કાયાપલટ વગેરેનો ભય બતાવી અનૈતિક આચરણ કરે છે. આવી પરિસ્થિતિમાં જૈન શાસનની અવહેલના થાય છે. આવી અશોભનીય સ્થિતિ ઉદ્ભવે જ નહિ માટે શ્રી સંઘમાં એવો કડક નિયમ હોવો જોઈએ કે
છમાં ૩૮ ભS
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org