Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જ્ઞાનધારા
ઉત્તમ ઉદાહરણ છે.
શિથિલાચારી મુનિને પુનઃ ચારિત્રમાં સ્થિર કરનાર ગણિકા કોશાનો સમ્યક્ પુરુષાર્થ અતિસરાહનીય ગણાય. આર્ય સ્થૂલિભદ્રના ગુરુબંધુ મુનિ સિંહગુફામાં વર્ષાવાસ વ્યતીત કરવામાં વિજયી નીવડ્યા. ચાતુર્માસ વિતાવી ત્રણે ગુરુભ્રાતાઓ પરત ફર્યા. ગુરુ સંભૂતિવિજયે આર્ય સ્થૂલિભદ્રના કાર્યને પ્રશંસાયુક્ત વાણીથી બિરદાવ્યું ત્યારે સિંહગુફાવાળા મુનિ ઇર્ષ્યાવશ ગુર્વજ્ઞા લઈ કોશાને ત્યાં પહોંચી ગયા. અહીં તેઓ રંગ, રાજ અને કોશાના દેહલાલિત્ય આગળ હારી ગયા. આર્ય સ્થૂલિભદ્રથી બોધ પામેલ કોશાએ શ્રાવિકાનાં બાર વ્રતો અંગીકાર કર્યાં હતાં. તેણે મુનિની મન:સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે નેપાળથી અતિદુર્લભ રત્નકંબલ મગાવી. મોહાંધ મુનિ અનેક મુશ્કેલીઓ વેઠી તે લઈ આવ્યા. કોશાએ તે રત્નકંબલથી પગ લૂછ્યા અને ફેંકી દીધી. કીમતી રત્નકંબલનો નાશ જોઈ મુનિ આશ્ચર્યચકિત થયા. કોશાએ તેમને માર્મિક વિનયયુક્ત વચનોથી બોધ આપી ફરી ચારિત્રમાં સ્થિર કર્યા.
શ્રાવિકા શ્રીમતી સાધુ-ભગવંતને લાડુ વહોરાવે છે. સ્વાદિષ્ટ લાડુનો સ્વાદ એને પસંદ પડે છે. તેઓ ફરીફ્રી ગોચરી માટે જવાની લાલચને રોકી શકતા નથી. આ સમયે શ્રાવિકા તેને વિવેકપૂર્ણ વાણીથી ગોચરીના નિયમો યાદ કરાવે છે. સાધુને પોતાની ભૂલ સમજાય છે અને તે આલોચના લે છે.
જૈન શ્રાવકો પણ ઘણી વાર પોતાના સર્વ્યવહારથી સાધુના આચારોની શુદ્ધતા કરે છે. ૧૪મી સદીમાં થયેલ ‘રત્નાકર પચ્ચીસી'’ના રચયિતાના જીવનની આ ઘટના છે. ગુરુજીને એક હીરો ગમતો હતો. એ હીરાને તેમણે રજોહરણમાં મૂક્યો હતો. એક દિવસ એક શ્રાવકની એના પર નજર પડી. તે ગુરુ પાસે રોજ અધ્યયન કરવા માટે આવવા લાગ્યો. ગુરુ પૂછે, “સમજ પડી ?” શ્રાવક “ના”માં પ્રત્યુત્તર આપે. આમ ઘણો સમય વીત્યો. એક દિવસ ગુરુને થયું કે, “મારી કંઈક ભૂલ તો નથી થતી ને ?' તેમણે મનોમંથન કર્યું. તેમને પોતાનો પરિગ્રહ યાદ આવ્યો. પોતે જેને હીરો સમજે છે એની કીમત તો પંચમહાવ્રત ચારિત્ર આગળ કાચથી વધુ નથી. તેઓ તરત જ આલોચના લે છે. ‘રત્નાકર પચ્ચીસી'ની સંસ્કૃતમાં રચના કરે છે. આ ઘટનાનાનો ઉલ્લેખ તેઓ બારમી ગાથામાં પણ કરે છે -
“માતિ ભ્રમ થકી રત્નો ગુમાવી, કાચના કટકા મેં ગ્રહ્યા”.
૩૭
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org