Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
OCC જ્ઞાનધારા GOOGO દૂર કરવાના સમ્યફ પ્રયત્નોની ચર્ચા અને કરીશું.
પ્રવર્તમાન પરિસ્થિતિ :
આજે શ્રાવક અને શ્રાવિકાઓ ગુરુભગવંતો પાસે કંઈક યાચનાર્થે જાય છે. તેમને પોતાની કુંડલી, ગ્રહપીડા, જ્યોતિષ, વાસ્તુદ્દેષ વગેરે જણાવવા માટે મજબૂર કરે છે. એના પરિણામે સાધુ-સાધ્વીઓ દોરા-ધાગા, બાધા ઇત્યાદિમાં લપેટાઈ જાય છે. એક રીતે જોઈએ તો ગુરુજનોની આશિષમાં જ એવી વચનશક્તિ હોય છે, જેના થકી ધર્મજનોનું ભલું જ થાય એમાં લેશમાત્ર પણ શંકાને સ્થાન નથી. શ્રાવકોની ફરજ છે કે સંસારત્યાગી અનાશક્ત યોગી-ભગવંતોને સાંસારિક પળોજણથી દૂર રાખે. ઘણા ઓછા શ્રાવકો શુદ્ધ શ્રાવકાચાર, સાધુ સમાચારી, આવશ્યક સૂત્ર કે ગોચરીના નિમયોથી પરિચિત હોય છે. સાધુઓના ઉપાશ્રય કે સ્થાનકમાં સ્ત્રીઓએ એકલા વંદનાર્થે ન જવું એવી લેખિત સૂચના હોવા છતાં એનો ભંગ થાય છે. આવી બાબતો ઘણી નાની દેખાય છતાં એમાંથી ઘણી વાર અનિચ્છનીય બનાવો ઉદ્ભવે છે. આવી સ્થિતિમાં ઉપાશ્રયના કર્મચારીઓએ આવનાર મહિલા સાથે રહેવું જોઈએ. શક્ય એટલી કાળજી રાખ્યા પછી પણ જે કોઈ પંચ મહાવ્રતના ભંગનો પ્રસંગ ઉદ્ભવે તો એ ગુરુ કે સતીજીની બદનામી કરવાને બદલે વિનયયુક્ત વાણીથી એમને સુધારવાનો યત્ન કરવો. જાહેરમાં આવા પ્રસંગોની ચર્ચા નહીં થાય એનું ધ્યાન નગરના શ્રી સંઘે રાખવું.
ધર્મસંરક્ષક યોજનાઓ :
પ્રથમ વ્યવહાર નયને અનુસરી જૈન ધર્મને રક્ષવા કાજે ધર્મસંરક્ષક યોજનાઓ તૈયાર કરવી. આગમશાસ્ત્રોની સાચી સમજ લોકોને આપવી. જ્યાં ધર્મપ્રવર્તકોમાં તથા શ્રાવકોમાં અજ્ઞાન, કલેશ, અવ્યવસ્થા અને ઉદાર દષ્ટિનો અભાવ હોય ત્યાં સંઘનું બળ તૂટે છે. સંઘની શક્તિના વિકાસાર્થે પિતાતુલ્ય ગુરૂજીઓની છત્રછાયા જરૂરી છે. સુગુરુના જોગે શિષ્ય અસાર સંસારના રંગરાગ વિસારે છે અને શુદ્ધ ચારિત્રમાં સ્થિર થાય છે. સર્વ સંઘાડાનાં સાધુ-સાધ્વીજીઓએ અધ્યયન માટે ખૂબ સજાગ રહેવું. તેમણે ગચ્છભેદ ભૂલી જઈ નિંદા, ખટપટને ત્યાગવાના વિચારો અને જૈન દર્શનનું જ્ઞાન આપવું જેથી જૈન ધર્મની સંકુચિતતા ઘટશે તથા સંઘમાં શિથિલાચાર ઘટી સંરક્ષણની દીવાલો ઘણી મજબૂત થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org