Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ટ્રેC જ્ઞાનધારા O
શ્રાવક ભાઈ-બહેનો સ્વીકારશે નહિ તે બનવાજોગ છે. અભિપ્રાય સ્વીકારવો કે નહિ તે દરેક વ્યક્તિનો વ્યક્તિગત અધિકાર છે.
(૧૯) હાલનો સમય પંચમકાળનો છે. આ સમયમાં ધર્મ કરાવવો અને કરવો સહેલું નથી. આપણા સાધુ-સંતો કઠિન પ્રયત્ન કરીને સમાજને તથા શ્રાવકશ્રાવિકાઓને ધર્મઉપદેશ આપે છે. તેનાથી ઘણાના જીવનમાં પરિવર્તન જરૂર આવે છે. ધર્મ માટેનું જ્ઞાન સાંભળવા તથા જાણવા શ્રાવકો જાય છે તેનાથી ધર્મ પ્રત્યેનો તેમનો અહોભાવ જાગૃત થાય છે. ધર્મ જાણનારો માણસ ખોટું કરે નહિ અને ખોટાને રોત્સાહન આપે નહિ. સાધુ-સંતોનો સમાગમ તથા સાંનિધ્ય પણ જીવનશૈલીમાં ખૂબ જ ઉપયોગી થાય છે. સાધુ-સંતો પાસેથી મળતી વ્યાખ્યાનવાણીનો લાભ જીવનપરિવર્તન માટે ઉપયોગી છે. વ્યાખ્યાનવાણીનો લાભ શ્રાવકો સુધી પહોંચે કે માટે વીજળીનાં સાધનોનો ઉપયોગ ક્ષમ્ય છે અને તેનો લાભ પ્રમાણમાં ઘણો છે. હજારો શ્રાવક-શ્રાવિકાઓ સાધુ-સંતોની વ્યાખ્યાનવાણી સાંભળવા જાય છે, કારણકે તેઓને ધાર્મિક વાણી સાભળવી ગમે છે. આ બધાં શ્રાવક-શ્રાવિકાઓ ાંતિથી સાંભળી શકે તથા બેસી શકે તેવી સુવિધા કરવાની જરૂર છે. આપણે ાર્મિક સંસ્થાઓની બહારનાં બીજાં ધાર્મિક વ્યાખ્યાનો માટે એક નોંધ લેવી જરૂરી છે કે વિદ્વાન શ્રાવકો તથા વક્તાઓ પોતાનાં ધાર્મિક પ્રવચનો વખતે શ્રોતાજનોને ાણ લાભ મળે તે માટે પોતાના પ્રવચન વખતે આધુનિક સુવિધા પૂરી પાડે છે મને તેને કારણે શ્રોતાજનો મોટી સંખ્યામાં તેમને સાંભળવા જાય છે. આ પ્રકારનાં વચનોની અંદર યુવાન પેઢી પણ મોટી સંખ્યામાં સાંભળવા જાય છે. આથી સમજી કાય છે કે પ્રવચન દરમિયાન આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો જૈન માજને ઘણો લાભ થાય છે. આ પ્રકારના પ્રવચનકારો તથા વિદ્વાનો ખૂબ જ તણીતા તથા સન્માનનીય છે.
(૨૦) સ્થાનકવાસી સંપ્રદાય સાથે મારો ૬૦ વર્ષનો અનુભવ છે અને તેથી મારા અનુભવોના આધારે મારો અભિપ્રાય લખ્યો છે. દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય હોય છે. મારા અભિપ્રાયથી જો કોઈનું મન કે લાગણી દુભાયાં હોય તો બધાની હૃદયપૂર્વક ક્ષમા ચાહુ છું.
Jain Education International
33
For Personal & Private Use Only
www.jainelibrary.org