Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
SC જ્ઞાનધારા છે ત્યાં તેઓ વ્યાખ્યાનો સાંભળવા જાય છે. આધુનિક અને રૂઢિગત વિચારોની સરખામણીએ એકંદરે વિચારીએ તો જૂની પેઢી તથા નવી પેઢીના વિચારોમાં ઘણું અંતર જોવા મળે છે. તે જ પ્રમાણે સાધુસમાજમાં પણ આધુનિક વિકાસની દષ્ટિએ તથા રૂઢિગત વિચારો તો આચરણમાં ઘણું જ અંતર જોવા મળે છે.
(૧૫) મારા જાણવા પ્રમાણે સાધુસમાજે અત્યારના સમયને અનુરૂપ વીજળીનાં સાધનો જેવાં કે લાઉડસ્પીર-પંખાનો ઉપયોગ કરવો કે ન કરવો તેની કોઈ આચારસંહિતા તેઓએ સાથે મળી નક્કી કરેલ નથી. હાલમાં સામાન્ય રીતે જૂના રિવાજ પ્રમાણે ઘણા સાધુ-સંતોનું આચરણ જોવા મળે છે અને કેટલાક સાધુઓ નવા વિચાર પ્રમાણે આચરણ કરે છે.
એક સમય એવો હતો કે પુસ્તક છાપવા માટે તેની અનુમોદના-પ્રોત્સાહન આપવું તે સાધુસમાજને યોગ્ય લાગતું નહિ, પણ સમય જતાં સાધુસમાજ પણ પુસ્તક છાપવા માટે પ્રોત્સાહન આપે છે. આ પ્રકારનું પરિવર્તન સાધુસમાજે સ્વીકારેલ છે તે હકીકત છે. હાલના સમયમાં પુસ્તક પ્રિન્ટિંગના બદલે આધુનિક co તૈયાર કરવાની પ્રથા ચાલુ થઈ છે c) બનાવવાના વિચારથી પુસ્તક પ્રિન્ટિંગનું કામ ઘણું જ ઓછું થઈ જાય છે. cn તૈયાર કરવામાં પણ ઈલેક્ટ્રિક સાધનની જરૂર પડે છે અને cD સાંભળવા તથા જોવાને માટે પણ ટીવી કે કેપ્યુટરની જરૂર પડે છે. આજથી ૧૦૦ વર્ષ પહેલાનો યુગ ઇલેક્ટ્રિક વગરનો હતો જ્યારે હાલનો યુગ ભરપૂર ઇલેક્ટ્રિકનાં સાધનોનો ઉપયોગવાળો થઈ ગયો છે. બીજી રીતે કહીએ તો ઇલેક્ટ્રિક હાલના સમયનો પ્રાણ છે. શ્રાવકસમાજે તથા સાધુ-સંતસમાજે બંનેએ પોતપોતાની રીતે વિવેક અને મર્યાદા સમજીને ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ કવો જોઈએ. સમયના પરિવર્તનની સાથે તાલ મિલાવીને આપણે ચાલવું જોઈએ.
(૧૬) જે સમયમાં આપણાં શાસ્ત્રો કે સૂત્રો રચાયાં હતાં તે વખતે ઇલેક્ટ્રિક હતી જ નહીં તેમ માની શકાય. તેથી મારા ખ્યાલ પ્રમાણે સાધુસમાજે તથા શ્રાવકસમાજે ઇલેક્ટ્રિક સાધનોના ઉપયોગ માટેનો નિષેધ કોઈ જગ્યાએ લખ્યો હોય તે મારા જાણવામાં આવ્યું નથી. ભગવાન મહાવીરના વખતની વાત કરીએ તો શ્રી મહાવીર ભગવાનનો ઉપદેશ ગણધરોએ સાંભળ્યો. ઘણાં વર્ષ સુધી એ બધો ઉપદેશ ગણધરો તથા આચાર્યોની યાદદાસ્તમાં સચવાઈ રહ્યો. સમય જતાં આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org