Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
GC જ્ઞાનધારા OTOO તો તે પણ ઈચ્છવાયોગ્ય નથી તેમ ઘણા શ્રાવકો માને છે. મોબાઈલના ઉપયોગથી સાધુસમાજ જૈન શ્રાવકો સાથે જ નિકટતા વધારી શકે છે. વિવેકપૂર્ણ અને મર્યાદા તથા જરૂરિયાત સમજીને મોબાઈલનો ઉપયોગ સાધુ-સંતો પોતે ધર્મનો પ્રચાર તથા પ્રસારની પ્રવૃત્તિને વેગવાન બનાવવા માટે કરે તો તે ઇચ્છવાયોગ્ય છે. જૈન ધર્મને વિશાળ ક્ષેત્રોમાં પહોંચાડવા માટે ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ મર્યાદા તથા વિવેકપૂર્વક કરવો જોઈએ. બનવાજોગ છે કે ઘણા સાધુ-સંતોને તથા શ્રાવકોને આ મારો અભિપ્રાય માન્ય રહેશે નહિ. સાધુ-સંતોમાં પણ મોબાઈલ વાપરવા માટે બે મત છે. કોઈકોઈ સાધુ-સંતો મોબાઈલ વાપરે છે તેમ જાણવા મળ્યું છે. કેબલ દ્વારા ટીવીમાં જે પ્રવચનો આવે તે પ્રવચનોનો લાભ જૈન સમાજના શ્રાવકો ઘરમાં બેસીને લઈ શકે છે. જૈન ધર્મનો પ્રચાર મોટે પાયે કરવા માટે આધુનિક ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ હાલના સમય પ્રમાણે ખૂબ જ જરૂરી છે. એક હકીક્ત છે કે અન્ય ધર્મોના લોકો ઇલેક્ટ્રિક સાધનોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી પોતાના ધર્મનો પ્રચાર કરી રહ્યા છે. આપણો સમાજ તથા સાધુ-સંતો પણ ઇલેક્ટ્રિક સાધનોનો મર્યાદાપૂર્વક ઉપયોગ કરે તો ધર્મપ્રચાર વધારે પ્રમાણમાં કરી શકાય. આ પ્રકારના પરિવર્તન દ્વારા થતો પ્રચાર આધુનિક માધ્યમના ઉપયોગથી ધર્મભાવના વધે છે.
(૧૩) અત્યારના સમય પ્રમાણે આપણો શ્રાવકસમાજ તથા સાધુ-સંતસમાજ ઇચ્છવાયોગ્ય પરિવર્તનને સ્વીકારશે નહિ તો આપણા ધર્મનો પ્રચાર કરવો મુશ્કેલ બની જશે. પરિવર્તનના નામે અત્યારના કોઈકોઈ સાધુ-સંતો ઇલેક્નિાં સાધનનો જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે તે જૈન સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. બીજી એક હકીકત છે કે આજે પણ કોઈકોઈ ઉપાશ્રયમાં વીજળીના દીવા, પંખા વગેરેનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઘણા શ્રાવકોને પરિવર્તનના વિચારને મહત્ત્વ આપી આધુનિક વિચારધારા સ્વીકારવાનું વાજબી લાગતું નથી. તેમાં ખાસ કરીને અમુક વર્ગનાં શ્રાવક-શ્રાવિકાઓ કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરવા તૈયાર હોય તેમ લાગતું નથી
(૧૪) હાલની જુવાન પેઢી ખૂબ જ ભણેલી-ગણેલી અને બુદ્ધિવિકાસની દષ્ટિએ આગળ છે. હાલની યુવાન પેઢી હાલના સમયમાં જીવે છે. તેથી તેઓને આધુનિક વિચારો તથા સુવિધાઓ ગમે છે. તેથી જે જગ્યાએ આધુનિક સુવિધાઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org