Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
COYO
સાંપ્રત સમયમાં આનિક વીજળીનાં સાધનોનો યથાયોગ્ય ઉપયોગ તથા તેના વપરાશની મર્યાદા તથા વિવેક
♦ ચમનલાલ વોરા
(૧) આજથી ૧૦૦ વર્ષ પહેલાં વીજળી ઘણાં ગામ તથા શહેરોમાં લગભગ હતી જ નહીં. તેથી તેના ઉપયોગ માટેની જરૂરિયાત પણ નહોતી.
|
Jain Education International
ઘાટકોપર શ્રી સંઘના પૂર્વપ્રમુખ શ્રી ચમનભાઈ છેલ્લાં ૫૦ વર્ષથી મુંબઈની
ધાર્મિક, સામાજિક અને
શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.દાયકાઓથી સંઘસંચાલન અને વૈયાવચ્ચમાં તેઓશ્રીનું ઉત્કૃષ્ટ યોગદાન છે.
જ
૧૦૦ વર્ષ પહેલાં આપણાં જૈન કુટુંબો ગામડામાં વસતાં અને ગામની રહેણીકરણી પ્રમાણે તેઓ પોતાનો જીવનવ્યવહાર તથા ધર્મધ્યાન આરામથી કરી શક્તા હતા. તે જ પ્રમાણે સાધુ-સંતો પણ નાનાં-મોટાં ગામડાંમાં શેષકાળ માટે અથવા ચાતુર્માસ માટે વિચરતા હતા. તે સમયમાં જૈન સમુદાય અને શ્રોતાજન પ્રમાણમાં નાના હતા. તેથી સાધુ-સંતોની વાણી દરેક શ્રોતાજન બરાબર સાંભળી શકતા હતા અને શ્રાવકો સાધુ-સંતોની વૈયાવચ્ચ પણ બરોબર કરતા હતા.
સમય જતાં આપણા જૈનો ગામડાંમાંથી નીકળી જઈને નાનાં શહેરોમાં કામધંધા માટે વસવા માટે આવ્યા અને ધીમેધીમે તેઓની સંખ્યામાં પણ સારો એવો વધારો થતો ગયો. સાધુ-સંતોનાં પ્રવચનો દરમિયાન શ્રોતાવર્ગ પ્રમાણમાં થોડો મોટો થયો હતો, પરંતુ સાધુ-સંતોનાં પ્રવચન તથા વાણી શ્રોતાજન બરોબર સાંભળી શક્તા હતા. જૈનોની વસતિ અલગઅલગ ગામમાં નાના-મોટા પ્રમાણમાં વધવા લાગી અને સાધુ-સંતો પણ વિહાર કરીને નાનાં શહેરોમાં પણ ચાતુર્માસ તથા શેષકાળમાં
પધારતા હતા.
(૨) નાનાં ગામમાં જૈન સમુદાય નાનો હોવાથી આપણાં શ્રાવક-શ્રાવિકાઓ સાધુ-સંતોની નિકટમાં રહેતાં હતાં તેથી સાધુ-સંતો તથા શ્રાવક-શ્રાવિકાઓની એકબીજાં સાથેની ઓળખાણ તથા પરિચય વિશેષ પ્રમાણે થતો હતો. જૈન સમુદાય નાનો હોવાને કારણે સાધુ-સંતોના ચરણકમળમાં વંદના-નમસ્કાર કરીને ઘણાં શ્રાવકશ્રાવિકાઓ આશીર્વાદ મેળવી શકતાં હતાં.
સમય અને સંજોગોના પ્રવાહ સાથે વધારે સ્થળાંતર થવા લાગ્યું અને જૈન
૨૬
For Personal & Private Use Only
www.jainelibrary.org