Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
O 0
C જ્ઞાનધારા
O
કાવ્ય બની ગયું છે. ભક્તિની સાથે જૈન દર્શન પણ તેમાં અનુસ્મૃત છે. એમની સમન્વયાત્મક અને વ્યાપક દૃષ્ટિનો પરિચય પણ થાય છે. આમાં રસ, આનંદ અને આર્જવ છે.
આ સ્તોત્ર અનુષ્ટુપ છંદમાં વહે છે અને ભક્તિનો એક મધુર અનુભવ કરાવે છે. આથી જ સ્તોત્રસાહિત્યમાં આ હૃદયસ્પર્શી સ્તોત્ર ઊંચું સ્થાન ધરાવે છે.
જો મહાદેવ વિરક્તિવાળા હોય, વીતરાગ હોય તો તે અમારે મન જિન છે એવા ભાવ સાથે કલિકાલસર્વજ્ઞ થી હેમચંદ્રાચાર્યનું અનુષ્ટુપ અને આર્યા છંદમાં લખાયેલું ૪૪ શ્લોકોનું આ સ્તોત્ર અગાઉનાં ત્રણ સ્તોત્ર જેવી પ્રૌઢિ ધરાવતું નથી. આનો છેલ્લો શ્લોક આર્યા છંદમાં લખાયેલો છે. હરિભદ્રસૂરિએ મહાદેવાષ્ટક લખ્યું હતું એ જ પ્રણાલીને અનુસરીને હેમચંદ્રાચાર્યે આ જ સ્તોત્ર લખ્યું હોય એ સંભવિત છે. મહાદેવનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે વિવિધ લક્ષણો વડે દર્શાવ્યું છે. સિદ્ધરાજ અને શ્રી હેમચંદ્રાચાર્ય સોમનાથના મંદિરમાં ગયા હતા ત્યારે આનો છેવટનો શ્લોક સોમનાથની પૂજા વખતે કહ્યો હતો તેમ પ્રબંધકારોનું માનવું છે. આ શ્લોક છે : 'भव बीजाड्कुरजननां रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा या विष्णुर्वा, हरो जिनो वा नमस्तष्मै ॥'
“જન્મરૂપી બીજના અંકુરને જન્મ આપનારા રાગાદિ જેના ક્ષય પામ્યા છે તે બ્રહ્મા, વિષ્ણુ, શિવ કે જિન તેને નમસ્કાર હજો !’’
આ ઉપરાંત ૩૫ શ્લોકોનું ‘સકલાર્હત્ સ્તોત્ર’ મળે છે, જેમાં મુખ્યત્વે તીર્થંકરોની સ્તુતિ છે. આ બધી કૃતિઓ ઉપરાંત ‘અર્હન્નામસમુચ્ચય’, ‘અર્હન્નીતિ’ જેવી કેટલીક સંદિગ્ધ કૃતિઓ શ્રી હેમચંદ્રાચાર્યને નામે ચડેલી મળે છે તેમ જ ‘અનેકાર્થશેષ’, ‘પ્રમાણશાસ્ત્ર’, ‘શેષસંગ્રહનામમાલા’, ‘સપ્તસંધાન મહાકાવ્ય’ જેવી કલિકાલસર્વજ્ઞની રચેલી ગણાતી અનુપલબ્ધ કૃતિઓ કોઈ સંશોધકની રાહ જોઈને બેઠી છે.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના જોતાં જણાય છે કે તેઓ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના મહાન સર્જક, સંગ્રાહક અને સંયોજક હતા. એમની રચનાઓમાં એક બાજુ પોતીકી અસ્મિતા, સોલંકીયુગની ગરિમા અને સરસ્વતીપૂજકની યુયુત્સા પ્રગટ થાય છે તો બીજી બાજુ તર્ક, વિચાર, વ્યાકરણ,
૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org