Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
. OCLC જ્ઞાનધારા CSC0 લીધાં છે. જોકે, આવો કોઈ ગ્રંથ ઉપલબ્ધ નથી. આ યોગશાસ્ત્રને અધ્યાત્મોપનિષદ કહેવામાં આવે છે. - આ યોગશાસ્ત્રમાં વિવિધ દષ્ટાંતો સહિત યોગના વિષયનું સરળ અને રોચક નિરૂપણ મળે છે. માર્ગાનુસારીનાં પાંત્રીસ ગુણો, સમ્યકત્ત્વનાં લક્ષણો, મહાવ્રતો, અણુવ્રતો, સંસારનું સ્વરૂપ, પાયો, બાર ભાવના, મૈત્રી વગેરે ચાર ભાવના, દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યની એકતા, સ્વપ્નો, પરકાયાપ્રવેશ જેવી સિદ્ધિઓ તથા યમ, નિયમ, પ્રાણાયામ, ધારણા, ધ્યાન આદિ વિષયોની વિશદ ચર્ચા કરવામાં આવી છે. વળી પતંજલિના “અષ્ટાંગયોગનો સાધુઓનાં મહાવ્રતો તેમ જ ગૃહસ્થોનાં બાર વ્રતોની સાથે સુમેળ સાધ્યો છે. આ કૃતિને અંતે કલિકાલસર્વજ્ઞ પોતાના આત્માને કેવો માર્મિક ઉપદેશ આપે તો
'तांस्तानापरमेश्वरादपि परान् भावैः प्रसादं नयं- . . स्तैस्तैस्तत्तदुपायमूढ भगवन्नात्मन् किमायास्यसि ।
हन्तात्मानमपि प्रसादय मनाग्वेनासतां संपदः साम्राज्यं परमेऽपि तेजसि तव प्राज्यं समुज्जृम्भते ॥' હે ઉપાયમૂઢ, હે ભગવાન, હે આત્મન, પરમેશ્વરથી જુદા જુદા ભાવો માટે શા માટે શ્રમ કર્યા કરે છે? જો તું આત્માને થોડો પ્રસન્ન કરે તો આ સંપત્તિઓ શી વિસાતમાં છે? તારા પરમ તેજની અંદર જ વિશાળ સામ્રાજ્ય વ્યાપી રહેલું છે.
જૈન તત્ત્વજ્ઞાન અને જૈન આચારને દર્શાવતો યોગશાસ્ત્ર ગ્રંથ રાજા કુમારપાળને ખૂબ ગમી ગયો હતો. પોતાના જીવનના અંતકાળ સુધી એમણે એવો નિયમ રાખ્યાનું કહેવાય છે કે સવારે યોગશાસ્ત્ર ગ્રંથનો પાઠ-સ્વાધ્યાય કર્યા પછી જ દિનચર્યાનો આરંભ કરવો.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પાસેથી સ્તોત્ર પ્રકારની કેટલીક રચનાઓ મળે છે. કેટલાક સ્તોત્ર ભક્તિથી આર્ટ છે તો કેટલાક તકયુક્ત પૌઢિથી લખયેલાં નારિકેલપાક સામાં સ્તોત્ર છે. શ્રી હેમચંદ્રાચાર્યની સ્તોત્રરચનામાં લાગણીનો ઉક જ નથી, બલકે ઉત્કટ લાગણી સાથે જ્ઞાનને છાજતો સંયમ સુમિશ્રિત થયેલો છે. આમાં એમની દઢ શ્રદ્ધા પણ પ્રતીત થાય છે. એમની આ શ્રદ્ધા તત્ત્વજ્ઞાનની ઊંડી સમજ અને અધ્યાત્મ-અનુભવથી રસાયેલી છે.
છમાં ૨૨ ભs
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org