Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
C જ્ઞાનધારા
થવાને માટે આપ ત્રિષષ્ટિશલાકાપુરુષોનાં ચરિતને પ્રકાશ કરો.
આ રીતે ધર્મોપદેશના પ્રયોજનથી ગ્રંથની રચના હેમચંદ્રાચાર્યે કરી છે. ઉત્તરાવસ્થામાં આવો વિરાટ ગ્રંથ રચવો તે કોઈ સામાન્ય બાબત નથી. ધાર્મિક દૃષ્ટિએ આમાંથી જૈન ધર્મ, તત્ત્વજ્ઞાન અને પ્રણાલીનો પરિચય પ્રાપ્ત થાય છે. તો ઐતિહાસિક દષ્ટિએ પણ દસમા પર્વના બે વિભાગો અત્યંત ઉપયોગી છે. છંદ, અલંકાર, ક઼ાવ્યશાસ્ત્ર કે શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ આ મહાકાવ્ય અભ્યાસીઓને મબલખ સામગ્રી પૂરી પાડે છે. કવિના મુખેથી કાવ્યપંક્તિઓ છંદોબદ્ધ વાણીમાં કેટલી સરળ અને પ્રવાહી રીતે વહેતી હશે તેની પ્રતીતિ આ મહાકાવ્ય કરાવે છે. શ્રી મધુસૂદન મોદી નોંધે છે, “શ્રી હેમચંદ્રાચાર્યનું કલિકાલસર્વજ્ઞનું બિરુદ આ એકલો ગ્રંથ પણ સિદ્ધ કરી શકે એવો એ વિશાળ, ગંભીર, સર્વદર્શી છે.’’
‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'ન રચના કર્યા પછી હેમચંદ્રાચાર્યે તેર સર્ગમાં પરિશિષ્ટ પર્વની રચના કરી. આ ગ્રંથનાં એમણે પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથોનો આધાર લઈ આમાંની ઘણી માહિતી એકત્રિત કરી લીધી છે. આમાં ભગવાન મહાવીરના નિર્વાણ પછીના સુધર્મસ્વામી, જંબુસ્વામી, ભદ્રબાહુસ્વામી, વજ્રસ્વામી વગેરે જૈન પરંપરાના સાધુઓનો વૃત્તાંત બીજી અનેક નાની-મોટી કથાઓ સાથે વર્ણવવામાં આવ્યો છે. શ્રેણિક, સંપ્રતિ, ચંદ્રગુપ્ત, અશોક વગેરે રાજાઓનો ઈતિહાસ એમણે તેમાં ગૂંથી લીધો છે. ‘ત્રિપુષ્ટિશલાકાપુરુષચરિત્ર’નાં દસ પર્વ પછી એના જ અનુસંધાનમાં એ જ શૈલીએ લખાયેલાં આ ચરિત્રોને ગ્રંથકર્તાએ ‘પરિશિષ્ટપર્વ’ તરીક ઓળખાવ્યાં છે. અનુષ્ટુપ છંદમાં કુલ ૩૪૫૦ શ્લોકો આપ્યા છે. જંબુસ્વામી અને સ્થૂળભદ્રનાં ચરિત્રો ધ્યાનપાત્ર છે. આમાં માત્ર આચાર્યોની નામાવલિ આપવાને બદલે એને સંબંધિત નાની-મોટી કથાઓ પણ મૂકી છે.
જ
‘પ્રમાણમીમાંસા’ એ શ્રી હેમચંદ્રાચાર્યનો પ્રમાણશાસ્ત્ર વિશેનો પાંચ અધ્યાયનો ગ્રંથ છે. આમાં પ્રમાણલક્ષણ, પ્રમાણવિભાગ, પરોક્ષલક્ષણ, પરાર્થાનુમાન, હેત્વાભાસ, વાદલક્ષણો વગેરેની પારિભાષિક ચર્ચા જૈન સૂત્રસિદ્ધાંતો અને જૈન ન્યાયશાસ્ત્રને લક્ષમાં રાખીને કરવામાં આવી છે. આ ગ્રંથ એમના સમયમાં વાદાનુશાસન તરીકે ઓળખાતો હતો. તેના પર પોતે જ ટીકા લખી. જોકે, અત્યારે તો બીજા અધ્યાયના પ્રથમ આનિક સુધીનો ભાગ જ પ્રાપ્ય છે. આ કૃતિ અપૂર્ણ
૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org